તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
રોહિદાસપરામાં માનસીક બીમારીથી કંટાળી દિનેશભાઇનો ફાંસો ખાઇ આપઘાત
રાજારામ સોસાયટીમાં કુંવરબેન સોલંકીનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. પઃ કુવાડવા રોડ પર રોહિદાસ પરામાં યુવકે અને સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં વળધ્ધાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર રોહિદાસપરા મેઈન રોડ પર રહેતા દિનેશભાઇ મનજીભાઇ પરમાર (ઉ.વ.૩૫)એ પોતાના ઘરે લોખંડની આડીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનોએ ૧૦૮ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મળત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મળતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર દિનેશભાઇ એક ભાઈ એક બહેનમાં મોટા અને અપરણિત હતા.પોતે મજૂરી કામ કરતા હતા. છેલ્લા છએક વર્ષથી માનસિક સ્થિતિ ખરાબ હોય તેની દવા પણ ચાલુ હતી. ગઈકાલે મગજ ભમતા પગલું ભરી લીધું હતું.
બીજા બનાવમાં સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતા કુંવરબેન રામસીંગભાઈ સોલંકી (ઉ.વ.૯૦)ના વળધ્ધાએ ઘરના ડેલામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ થોરાળા પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી મળતદેહને સિવિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. મળતકને સંતાનમાં બે દીકરા છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. (૭.૩પ)
(2:52 PM IST)










