તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
કોઠારીયા સોલવન્ટ કવાર્ટરમાં છ વર્ષના સાગરને પાડોશીના બે કુતરાએ બટકા ભર્યા
બાળકને પગના ભાગે ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા.૫: કોઠારીયા સોલવન્ટ પચ્ચીસ વારીયા કવાર્ટરમાં રહેતા છ વર્ષના બાળકને પાડોશીએ પાળેલા બે કુતરાએ પગના ભાગે બટકા ભરી લેતા ઇજા થતા બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
મળતી વિગત મુજબ મુળ બિહાર હાલ કોઠારિયા સોલવન્ટ ૨૫ વારીયા કવાર્ટરમાં પરિવાર સાથે રહેતો સાગર નિરાલાભાઇ ચોંધરી (ઉ.વ.૬) ગઇકાલે પોતાના ઘર પાસે હતો ત્યારે પાડોશીએ પાળેલા બે કુતરાએ બાળકને ઘેરી ને બટકા ભરી લેતા તેને જમણા પગના સાથળના ભાગે ઇજા થતા બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. સાગર બે ભાઇ અને એક બહેનમાં મોટો છે તેના પિતા કારખાનામાં કામ કરે છે.
(2:11 PM IST)










