તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
વિશ્વ પર્યાવરણ દિવસ : રાજકોટ જીલ્લાનો ૩૦ હેકટર વિસ્તાર લીલોછમ્મઃ એક લાખથી વધુ રોપા લહેરાયા
કલેકટર દ્વારા વનીકરણ વિભાગને ર૩ હેકટર જમીન અપાઇઃ શહેર-જીલ્લામાં ર લાખ રોપાઓનું વાવેતર

રાજકોટ, તા. , પઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં ગુજરાતનું ગ્રીન કવરેજ સતત વધી રહ્યું છે. હરિયાણા અને રળિયામણા ગુજરાતના વિઝન સાથે ગુજરાતમાં વન વિસ્તારનો પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં વન કવચ દ્વારા એક વર્ષમાં ૩૦ હેક્ટર વિસ્તાર હરિયાળો બન્યો છે.
રાજકોટ જિલ્લામાં ગત વર્ષે વન કવચ યોજના હેઠળ ૬ તાલુકાના સાત વિસ્તારમાં કુલ સાત હેક્ટર જમીન પર ૭૦ હજાર રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. જેમાં ગોંડલમાં એશિયાટિક કોલેજ પાછળ, ઉપલેટા તાલુકાના વડલા ગામે, વિંછીયા તાલુકાના મોટી લાખાવાડ તેમજ ભડલી ગામે પડધરી તાલુકાના નાના સગડીયા ગામે જેતપુરમાં કેરાળેશ્વર મહાદેવ મંદિર પાસે તેમજ રાજકોટમાં કુવાડવા પાસે ગિરનારી આશ્રમ ખાતે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તમામ વન ખાતે ૭૦,૦૦૦ જેટલા રોપાને ઉછેરતા આજે આ રોપાઓ એક વયસ્ક વ્યક્તિ જેટલા લાંબા થઈ ગયા છે.
કલેકટર શ્રી પ્રભવ જોશીએ વર્ષ ૨૦૨૪મા જિલ્લાના ગ્રીન કવરમાં વધારો કરવા સામાજિક વનીકરણ વિભાગને ૨૩ હેક્ટર જેટલી જમીન પર્યાવરણ સંરક્ષણ હેતુ વન નિર્માણ માટે આપી રાજકોટને વધુ લીલુંછમ્મ કરવાનો નિર્ધાર કર્યો હતો.
માત્ર એક વર્ષમાં જ રાજકોટ જિલ્લામાં ૩૦ હેક્ટર જમીન વનરાવનમાં રૂપાંતરિત થઈ છે ત્યારે વર્ષ ૨૦૨૫માં વન કવચ યોજના હેઠળ ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ૮ હેક્ટરમાં ૮૦ હજાર રોપા અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૦ હેક્ટરમાં ૧,૩૦,૦૦૦ મળીને કુલ ૨ લાખ ૧૦ હજાર રોપાઓનું વાવેતર કરી તેને ઉછેરવામાં આવશે.
(12:04 PM IST)










