તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
મનપા દ્વારા એક પેડ માં કે નામ ૨.૦ ઝુંબેશનો વૃક્ષારોપણ સાથે શુભારંભ
કાલે વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પ્રારંભ રેસકોર્ષ સંકુલ સ્થિત શ્રી કલ્પના ચાવલા મેમોરીયલ ગાર્ડન ખાતે કાર્યક્રમઃ ગ્રીન કવરેજ વધારવા શહેરીજનોને અપીલ કરતા પદાધિકારીઓ-અધિકારીઓ

રાજકોટ તા.૪: મહાનગરપાલિકા દ્વારા કાલે પ જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન હેઠળ, શહેરના વોર્ડ નં.૨ માં આવેલ રેસકોર્સ સંકુલ વિસ્તારમાં આવેલ શ્રી કલ્પના ચાવલા મેમોરિયલ ગાર્ડનમાં વળક્ષારોપણ ઝુંબેશનો શુભારંભ કરવા સવારે ૯.૩૦ કલાકે વળક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેરના શિવ મંદિરોમાં બિલ્વ વળક્ષોના વળક્ષારોપણ માટે ભોમેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે બિલ્વ વળક્ષનું વાવેતર કરી શુભારંભ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ દરમ્યાન એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત જુદા જુદા સ્થળોએ કુલ .૫િ૦ લાખ વુક્ષોનું રોપણ કરવામાં આવશે.
મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ૫ જૂને ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસનો હેતુ હવામાન પરિવર્તનના કારણે વધતા જતા પ્રદૂષણ સ્તર અને પર્યાવરણ માટેના જોખમ અંગે જાગળતિ ફેલાવવાનો છે. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વર્ષ ૧૯૭૪માં કરવામાં આવી હતી, જેણે પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તનની પ્રેરણા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરો પાડ્યો હતો. આ દિવસે, સરકાર, બિન-સરકારી સંસ્થાઓ (એન.જી.ઓ.) અને નાગરિકો પર્યાવરણને સુરક્ષિત રાખવાના મહત્વ અને પર્યાવરણ પર માનવ પ્રવળત્તિના પ્રભાવ વિશે જાગળતિ લાવવાનો પ્રયાસ કરે છે.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાસંદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનજયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન શ્રીમતી સોનલબેન સેલારા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે અને અંતર્ગત ‘‘એક પેડ માં કે નામ ૨.૦''અભિયાન હેઠળવળક્ષારોપણ કરી વળક્ષારોપણ ઝુંબેશનો શુભારંભ કરાવશે.
(4:07 PM IST)










