તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 4th June 2025
વોર્ડ નં.૩માં રહેણાંક-કોમર્શીયલ ગેરકાયદે બાંધકામો તોડી પડયા
મનપાની ટાઉન પ્લાનીંગ શાખાની કાર્યવાહી સેન્ટ્રલ ઝોનની માધાપર ટી.પી. સ્કીમ ઉપર થયેલ પ૦૦ ચો.મી.નું દબાણ હટાવાયું

રાજકોટ તા.૪: મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૩માં રહેણાંક તથા કોમર્શીયલ ગેરકાયદે બાંધકામ દુર કરી અંદાજે ૫૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
મનપાની સતાવાર યાદી મુજબ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં કોમર્શીયલ તથા રહેણાંક હેતુનુ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવેલ હતું.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર એચ. આર. પટેલની સૂચના અનુસાર તથા એડી. સીટી એન્જીનીયર એ. એ. રાવલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારપૈકી વોર્ડ નં.૩મા ટી.પી.સ્કીમ નં.૩૮/૧(માધાપર) મા ૧૮ મીટર ટી.પી.રોડ પર અંદાજે ૩૦૦ ચો.મી. કોમર્શીયલ હેતુનુ ગેરકાયદેસર બાંધકામ અને ટી.પી.સ્કીમ નં.૩૮/૧(માધાપર) મા ૨૧ મીટર ટી.પી.રોડ પર અંદાજે ૨૦૦ ચો.મી. રહેણાક હેતુનુ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા આવેલ છે.
આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ,બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, રોશની શાખા, પર્યાવરણ શાખા, ફાયર બ્રીગેડ શાખા, સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ
(3:37 PM IST)










