News of Wednesday, 4th June 2025
લોધેશ્વર સોસાયટીમાં બકરા ચોરી કરતી ગેંગ પકડાઇ
માલવીયાનગર પોલીસના પી.આઇ. જે. આર. દેસાઇની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એમ. જે. ધાધલ તથા ટીમની કામગીરીઃ ભકુલ ઉર્ફે ઢેબો, વિક્રમ, રાહુલ ઉર્ફે આકાશ, નવઘણ અને કિશનની ધરપકડઃ રોકડ અને સ્વીફટ કાર કબ્જે

રાજકોટ તા. ૪: શહેરની લોધેશ્વર સોસાયટીમાં બે મહિના પહેલા ઓરડી પાસેથી આઠ બકરા ચોરી કરનાર ગેંગના આઠ શખ્સોને માલવીયાનગર પોલીસે પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ લોધેશ્વર સોસાયટીમાં બે મહિના પહેલા ઓરડી પાસેથી નાના-મોટા કુલ આઠ બકરાની ચોરી થઇ હોવાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ થઇ હતી. આ બનાવમાં આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા તથા એ.સી.પી. આર. એસ. બારીયાએ સુચના આપતા માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. જે. આર. દેસાઇની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એમ. જે. ધાંધલ સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી દરમ્યાન બકરા ચોરી કરનારા શખ્સો પુનીતનગર પાસે હોવાની બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી પુનીતનગર પાણીના ટાંકા પાસેથી એંસી ફુટ રોડ આજીડેમ ચોકડી પાસે પી.ટી.સી. ગ્રાઉન્ડમાં યુવરાજનગર ઝુંપડપટ્ટીમાં રહેતો ભકુલ ઉર્ફે ઢેબો અનકુભાઇ ચૌહાણ (ઉ.વ. ર૯), વિક્રમ દાનાભાઇ ચૌહાણ (ઉ.ર૦), રાહુલ ઉર્ફે આકાશ જેસીંગભાઇ ચૌહાણ (ઉ.ર૪), નવઘણ શામજીભાઇ સીંધવ (ઉ.વ.૩ર) અને કિશન નાનજીભાઇ સીંધવ (ઉ.વ.ર૬)ને પકડી લઇ રૂા. ૭૦ હજારની રોકડ તથા સ્વીફટ કાર મળી રૂા. ૮,૭૦,૦૦૦ની માલમત્તા કબ્જે કરી હતી. પોલીસની પુછપરછમાં ચારેય શખ્સોએ સ્વીફટ કારમાં જેના બકરા ચોરી ગયા હતા તે પરિવાર ગરીબ હતો અને બકરા તેમના માટે રોજીરોટીનું સાધન હતા, જેને કારણે આ પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. વિક્રમ ચૌહાણ અને રાહુલ ચૌહાણ અગાઉ બકરા ચોરીના ગુનામાં બી ડીવીઝન પોલીસમાં પકડાયા હતા. વિક્રમ અગાઉ ચાર અને રાહુલ ત્રણ ગુનામાં તેમજ નવઘણ વાહન ચોરી સહિત ત્રણ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ આઠ બકરા ચોરી કર્યા બાદ રૂા. ૮પ હજારમાં વેંચી નાખી પાંચેયે પૈસાનો ભાગ પાડી લીધો હતો. ચોરી કરતા પહેલા રાહુલ સ્વીફટ કાર એક દિવસ માટે રૂા.ર પ૦૦ના ભાડા લેખે સેલ્ફ ડ્રાઇવમાં લઇ આવ્યા બાદ તેમાં બકરાની ચોરી કરી હતી. આ કામગીરી પી.આઇ. જે. આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. જે. ધાધલ, એ.એસ.આઇ. હીરેનભાઇ પરમાર, હેડ કોન્સ. અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા, કોન્સ. મનીષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટી, ચિત્રકેતુસિંહ ઝાલા, અમરદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. (૭.૩૬)
(2:55 PM IST)










