<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

જેલની બેરેકમાં કેદી અબ્‍દુલગની કુકસવાડીયા બેરેકમાં ખીલ્લી ખાઇ ગયો

ગીર સોમનાથમાં બળાત્‍કારના કેસમાં સજા પડી'તીઃ જીવનથી કંટાળી પગલું ભર્યાનું રટણઃ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ

રાજકોટ તા. ૪: શહેરની મધ્‍યસ્‍થ જેલમાં બળાત્‍કારના કેસમાં સજા કાપતો કેદી ખીલ્લી ખાઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

મળતી વિગત મુજબ શહેરની જેલમાં હાઇસીકયુરીટી બેરેકમાં રહેલો અબ્‍દુલગની ફારૂકભાઇ કુકસવાડીયા (ઉ.વ.ર૪) (રહે. ગીર સોમનાથ) એ ગઇકાલે બેરેકમાં ખીલ્લી ખાઇ લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઇ. ગમારા તથા રાઇટર દિવ્‍યેશભાઇ સહિતે હોસ્‍પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં કેદી અબ્‍દુલગનીને ગીર સોમનાથમાં બળાત્‍કારના કેસમાં તેને વીસ વર્ષની સજા પડી હતી રાજકોટ જેલમાં તેને હાઇ સીકયુરીટી બેરેકમાં રાખવામાં આવ્‍યો હતો. તેણે જીવનથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:37 PM IST)