<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

સાંસદ રામ ભાઈ મોકરીયાએ અધિકારીનો ઉધડો લીધો અને તોડની રકમ એકમના માલિકને પરત અપાવી

સૌરાષ્ટ્ર યુનિ.રોડ સ્થિત સરકારી કચેરીના એક અધિકારીએ એકમ પર દરોડો પાડી દંડ વસુલ્યો અને સેટલમેન્ટના નામે 25 હજાર કટકટાવ્યા હતા : સાંસદને ફરિયાદ મળતા પાછા અપાવ્યા

રાજકોટ નજીક આવેલા એક એકમમાં સરકારી અધિકારી દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન રુપિયા 25,000 નો તોડ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ રાજ્યસભાના સાંસદ રામ ભાઈ મોકરીયાને થતાં તેમણે ગણતરીની મિનિટોમાં જ અધિકારીનો ઉધડો લીધો અને તોડની રકમ એકમના માલિકને પરત અપાવી હતી.

મળતી માહિતી અનુસાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલી સરકારી કચેરીના એક અધિકારીએ રાજકોટના ભાગોળે આવેલા એક એકમમાં ચેકિંગના બહાને દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, કથિત ગેરરીતિના નામે સેટલમેન્ટ કરીને અમુક રકમ દંડ તરીકે વસૂલવામાં આવી હતી, જેની પહોંચ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, સેટલમેન્ટના ભાગરૂપે અધિકારીએ રુપિયા 25,000 નો તોડ પણ કર્યો હતો.

આ બાબતે ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક સાંસદ રામ ભાઈ મોકરીયાનો સંપર્ક કર્યો હતો. મોકરીયાએ આ મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક લાંચ લેનાર અધિકારીનો સંપર્ક કર્યો અને તેમને કડક શબ્દોમાં ઠપકો આપ્યો. સાંસદના સક્રિય હસ્તક્ષેપને કારણે, ગણતરીની મિનિટોમાં જ લાંચની રકમ રુપિયા 25,000 એકમના માલિકને પરત કરવામાં આવી હતી

 

(4:10 PM IST)