તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
વર્ષ ૨૦૨૫,વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો'
પર્યાવરણ બચાવીને આપણે આવનારી પેઢીઓને સુરક્ષિત અને સ્વસ્થ જીવન આપવું આપણું કર્તવ્યઃ ‘આપણી જમીન, આપણું ભવિષ્ય' સૂત્ર નીચે વૈશ્વિક જાગૃતિ અને જમીન બચાવ અભિયાન કાલે ૫ જુન, વિશ્વ પર્યાવરણ દિવસ

રાજકોટ, તા.૪: ૨૦૨૫માં પર્યાવરણ દિવસની થીમ છેઃ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો આ થીમનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણને સંપૂર્ણપણે દૂર કરવાનો છે. લોકો, ઉદ્યોગો અને સરકારોને યોગ્ય વિકલ્પો અપનાવવા અને સિંગલ-યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ૨૦૨૫માં આ દિવસની વૈશ્વિક ઉજવણીનું યજમાન દેશ કોરિયા ગણરાજ્ય રહેશે. દાયકાઓથી પ્લાસ્ટિક પ્રદૂષણ દુનિયાના દરેક ખૂણે ફેલાઈ ગયું છે, તે આપણા પીવાના પાણીમાં, જમીનમાં, આપણા ખોરાકમાં અને આપણા શરીરમાં પણ પ્રવેશી ચૂકયું છે. વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર એક ઉજવણી નથી, પણ આપણને પર્યાવરણ માટે જવાબદાર અને સક્રિય નાગરિક બનવા માટે પ્રેરણા આપતો દિવસ છે. પ્લાસ્ટિક પ્રદૂષણ પર્યાવરણ માટે ગંભીર સંકટ છે, તે જમીન, પાણી અને વાયુમંડળમાં ફેલાઈને જીવસળષ્ટિ અને માનવ આરોગ્યને નુકસાન પહોંચાડે છે.
પ્રદૂષણની પર્યાવરણ અને જમીન ઉપર સીધી અસર પડે છે તેથી તે માટે આપણી જમીન. અમારું ભવિષ્ય. સૂત્ર આપવામાં આવ્યું છે, જે પળથ્વીની ઇકોસિસ્ટમને સુધારવાની અને જમીન બચાવવાની અગત્યતાને ઉજાગર કરે છે, આ માધ્યમથી જમીન બગડવી, રણ વિસ્તાર વધવો અને દુષ્કાળ જેવી સમસ્યાઓ સામે વૈશ્વિક જાગળતિ અને તે માટે સંયુક્ત પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જમીનના સત્વર પુનઃસ્થાપન માટે નવી નીતિ, ટેકનોલોજી અને સામૂહિક પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી જમીન બગડવી અટકાવી શકાય અને કળષિ તેમજ પર્યાવરણ બંને માટે ટકાઉ વિકાસ શકય બનાવી શકાય.
ભારતમાં પણ ૨૦૨૫માં પર્યાવરણ અને વિકાસ બંનેને સમળદ્ધ બનાવવા માટે નવી પહેલો અને અભિગમો અપનાવાશે, જેમાં નવનીકળત ઊર્જા, કળષિ સુધારણા, અને પર્યાવરણીય સંરક્ષણ માટે વિવિધ અભિયાન સામેલ છે. ૨૦૨૫ પર્યાવરણ દિવસની થીમ મુજબ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા તેના, વિકલ્પો અને ઉપાયો અને નુકસાન અને લાભાલાભ જોઈયે.
(૧) પ્લાસ્ટિકથી થતું નુકસાનઃ પ્લાસ્ટિક પ્રદૂષણ, પર્યાવરણ માટે ગંભીર સંકટ છે, તે જમીન, પાણી અને વાયુમંડળમાં ફેલાઈને જીવસળષ્ટિ અને માનવ આરોગ્યને નુકસાન પહોંચાડે છે. મનુષ્ય ને ગંભીર રોગોનો સામનો કરવો પડી રહ્યો છે.
માઇક્રોપ્લાસ્ટિક પીવાના પાણી, ખોરાક અને શરીરમાં પ્રવેશી જાય છે, જે લાંબા ગાળે આરોગ્ય માટે જોખમરૂપ છે.
દરિયાઈ જીવસળષ્ટિ માટે પ્લાસ્ટિક સૌથી મોટી સમસ્યા છે, દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિક તળાવો, નદીઓ અને મહાસાગરમાં જાય છે અને જંતુઓના મળત્યુનું કારણ બને છે. પ્લાસ્ટિકના રસાયણો જમીન અને પાણીમાં ભળી જમીન અને જીવ સળષ્ટિ ને ગંભીર નુકસાન કરે છે.
(૨) પ્લાસ્ટિકના વિકલ્પોઃ પ્લાસ્ટિકના વિકલ્પો તરીકે શણ, કાપડ, કાગળ, વાંસ, નાળિયેર વગેરે કુદરતી સામગ્રીમાંથી બનેલી થેલીઓ અને વાસણો નો ઉપયોગ કરવો જોઈએ. સ્ટીલ, કાચ, પિત્તળ જેવા પુનઃ વપરાય તેવા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. પહેલાના સમયમાં પ્લાસ્ટિક ન હતું ત્યારે પણ લોકો આવા વિકલ્પો વાપરતા અને તંદુરસ્ત જીવન જીવતા હતા. પ્લાસ્ટિકની બોટલના બદલે સ્ટીલ અથવા કાચની બોટલનો ઉપયોગ કરવો જોઈએ. કુદરતી ફાઈબરના કપડાં જેમ કે કોટન, ઊન, સિલ્ક પસંદ કરવા જોઈયે.
(૩) પ્લાસ્ટિકથી ઉત્પન્ન થતી ગંભીર સમસ્યાઓઃ દરિયાઈ અને જમીન પર આધારિત જીવસળષ્ટિનું નાશ થાય છે. માઇક્રોપ્લાસ્ટિકના કારણે માનવ આરોગ્ય પર ઘણી નકારાત્મક અસરો થાય છે. જમીન અને પાણીનું દૂષણ, ખેતી અને પીવાના પાણીની ગુણવત્તા ઘટે છે. પ્લાસ્ટિકના કચરાથી શહેરોમાં ગટર જામ થવું, શહેરોમાં પાણી ભરાવું, ગંદકી અને રોગચાળો ફેલાવો, શહેરોમાં પૂર જેવી સમસ્યાઓ ઊભી થવી.
(૪) પર્યાવરણને નુકસાન પહોંચાડતા બીજા પરિબળોઃ વાયુ પ્રદૂષણ.. કાર્બન ઉત્સર્જન, ધૂમ્રપાન, ઉદ્યોગોની પ્રદૂષિત હવા, વાહન દ્રારા નીકળતો ધુમાડો. પાણી પ્રદૂષણ.. કેમિકલ, કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ, કાપડ, સાડી ઉદ્યોગ દ્રારા ઠાલવવામાં આવતું દુષિત પાણી. જમીન પ્રદૂષણ.. કચરો, રસાયણો, જંતુનાશક દવાઓનો ઉપયોગ, રાસાયણિક ખાતરનો ઉપયોગ અને વેસ્ટેજ પ્લાસ્ટિક. જંગલ, વળક્ષોની કાપણી... વિકાસના નામે આડેધડ જંગલો અને શહેરોમાં વળક્ષોની કાપણી, પ્રાકળતિક સંસાધનોનો અતિઉપયોગ.
(૫) ઉપાયોઃ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અને વિકલ્પ અપનાવવો. પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ અને રિસાયક્લિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરવી. શાળા-કોલેજોમાં શિક્ષણ, જાહેર કાર્યક્રમોમાં જાહેરાત, પર્યાવરણલક્ષી કાર્ય કરતી સંસ્થાઓને પ્રોત્સાહન અને આર્થીક સહયોગ અને જન જાગળતિ અભિયાન. સરકાર દ્વારા કાયદેસર પ્રતિબંધ અને તેનો સખ્તીથી અમલ. રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકના વિકલ્પો પસંદ કરવા જેવા કે શોપિંગમાં, રસોડુંમાં, ઓફિસમાં અને પ્રવાસમાં. મોટા પાયે વળક્ષારોપણ અભિયાન, પાણી બચાવવું, ઊર્જા બચાવવી.
(૬) જીવનમાં પર્યાવરણનું મહત્વઃ સ્વસ્થ જીવન માટે શુદ્ધ હવા, પૌષ્ટિક આહાર, શુદ્ધ પાણી અને ફળદ્રુપ જમીન જરૂરી છે. કુદરતી સંસાધનોના સંતુલનથી જ જીવન ટકાવી શકાય છે. માનવ જીવન સંપૂર્ણ રીતે કુદરત અને પર્યાવરણ પર આધાર રાખે છે. કુદરત વિના જીવન અશકય છે, તેથી તેનું સંરક્ષણ આપણી ફરજ છે. પર્યાવરણનું રક્ષણ ભવિષ્યની પેઢી માટે આશીર્વાદરૂપ છે. આજે શરૂ કરેલું એક નાનું પગલું, આવતી પેઢી માટે સ્વચ્છ અને સુરક્ષિત ધરતીની ખાતરી આપે છે.
પર્યાવરણના પ્રદૂષણથી જમીન બગડવી, રણ વિસ્તાર વધવો અને દુષ્કાળ જેવી સમસ્યાઓ આજે અનેક દેશો માટે મોટો પડકાર છે. આ ઉજવણી હેઠળ આંતરરાષ્ટ્રીય સહકાર, જ્ઞાન અને ટેક્રોલોજી વહેંચાણ, અને નીતિગત સહયોગ વધશે, જેથી વિવિધ દેશો જમીન પુનઃસ્થાપન અને દુષ્કાળ સામે લચીલા ઉકેલો વિકસાવી શકશે. વૈશ્વિક સ્તરે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સંસ્થાઓ દ્વારા સંશોધન, ફંડિંગ અને ટેકનિકલ સહાય ઉપલબ્ધ થઈ શકશે, જેનાથી મોટા પાયે જમીન સુધારણા અને ટકાઉ ખેતી માટે પ્રેરણા મળશે. સ્થાનિક (ભારત સહિત) સ્તરે અસર.
ભારતમાં કળષિ ઉત્પાદન, પાણીની ઉપલબ્ધિ અને ગ્રામ્ય વિકાસ માટે જમીન પુનઃસ્થાપન અત્યંત મહત્વપૂર્ણ છે. ૨૦૨૫ના બજેટમાં પણ આધુનિક ખેતી, ઊંચી ઉપજ, કુદરતી સંસાધન વ્યવસ્થાપન અને પાણી પુરવઠા માટે ખાસ યોજનાઓ રજૂ કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે ખેડૂતો, પંચાયતો અને રાજ્ય સરકારો માટે નવી ટેક્રોલોજી અપનાવવી, જમીન બચાવવી અને દુષ્કાળ સામે તૈયારી વધારવી સરળ બનશે. ઓર્ગેનિક કપાસ, બાયોડિગ્રેડેબલ વિકલ્પો અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન મળશે, જે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પર્યાવરણીય અસર ઘટાડશે. નવીન ટેકનોલોજી, જેમ કે રિમોટ સેન્સિંગ, GIS મેપિંગ, સ્માર્ટ ઈરીગેશન સિસ્ટમ, અને કળત્રિમ બુદ્ધિ (AI) આધારિત ખેતી, જમીન પુનઃસ્થાપન અને પાણી વ્યવસ્થાપનમાં ઉપયોગી બનશે.
ભારતે ૨૦૩૦ સુધીમાં ૫૦૦ GW નવીનીકરણીય ઊર્જા ક્ષમતા ઉમેરવાનો લક્ષ્ય રાખ્યો છે, જે પળથ્વી બચાવવાના વૈશ્વિક પ્રયાસોને ટેકનોલોજીકલ દિશામાં વેગ આપશે. સૌર ઊર્જા, ઇથેનોલ બ્લેન્ડિંગ, ગ્રીન હાઇડ્રોજન અને બેટરી સ્ટોરેજ જેવી ટેક્રોલોજી પર ભાર મૂકી, પર્યાવરણીય અસર ઘટાડવા માટે નવી ઉદ્યોગિક અને વૈજ્ઞાનિક પહેલો થશે. ભારતે ૨૦૨૬ સુધીમાં ઊર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો વપરાશ ૬%થી વધારીને ૧૫% કરવાનો લક્ષ્ય રાખ્યો છે, જે સ્વચ્છ અને ટકાઉ ઊર્જા તરફ મહત્વપૂર્ણ પગલું છે.
ભારત અમેરિકાની સાથે એલએનજી પુરવઠા માટે ભાગીદારી મજબૂત કરી રહ્યું છે અને બ્રાઝિલ, વેનેઝુએલા જેવા દેશો સાથે વૈશ્વિક ઊર્જા રોકાણો વધારી રહ્યું છે, જે નવી ટેકનોલોજી અને ઊર્જાસ્ત્રોતો માટે માર્ગ ખોલે છે.
સરકાર સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ સપોર્ટ અને WAVES જેવા વૈશ્વિક પ્લેટફોર્મ દ્વારા નવીનતા અને ટેકનોલોજી ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે. WAVES ૨૦૨૫ સમિટમાં ડિજિટલ મીડિયા, AI, OTT, ગેમિંગ, અને ઉભરતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોને એકીકળત કરીને ભારતને વૈશ્વિક નવીનતા કેન્દ્ર બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે. આ રીતે સરકારો દ્રારા પર્યાવરણ બચાવવા વિવિધ યોજનાઓ દ્રારા પ્રયત્નો થઈ રહ્યા છે.
પર્યાવરણને બચાવીને જ આપણે આવનારી પેઢીઓને સુરક્ષિત અને સ્વસ્થ જીવન આપી શકીએ છીએ. પળથ્વી આપણને વારસામાં મળી નથી, પણ આપણે તેને આવનારી પેઢી માટે ઉધાર લીધી છે.
સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક આરોગ્ય માટે પણ જરૂરી છે. તે આપણને જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ અપાવે છે.
બાબુભાઇ મેનપરા
નિવૃત્ત BSNL અધિકારી
૯૪૨૬૨૨૭૮૮૮
(10:51 AM IST)










