તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
ભૂગર્ભ જળનું સ્તર ઉંચુ લાવવા-વરસાદી પાણીથી બોર રિચાર્જ કરવાની કામગીરીનો પ્રારંભ
મનપા દ્વારા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી અભિયાન : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ-હાઇસ્કુલ કેમ્પસમાં ૭૦ બોર કરાશે : મેયરના હસ્તે કાર્યવાહી શરૂ કરાવાઇ

રાજકોટ, તા. ૩ : મહાનગરપાલિકા દ્વારા ‘ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ' ના સહયોગથી વિવિધ સંસ્થા/ કંપનીઓના સી.એસ.આર. ફંડમાંથી ભૂગર્ભ જળના પાણીના સ્તરમાં વધારો કરવા વહી જતા વરસાદી પાણીને નવા બોર કરી રીચાર્જ કરવાની કામગીરીનો શુભારંભ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા પાણીના જતન માટે સતત પ્રયાસ કરવામાં આવે છે, જેમાં રાજકોટ શહેરમાં સરકારી કચેરી અને સ્કૂલોમાં કલેકટરના નેતળત્વ અને માર્ગદર્શન હેઠળ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૦૦ થી વધુ બોર રીચાર્જ થઈ ચુકયા છે જેનાથી રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનું પ્રમાણ ખુબ ઘટશે અને જમીનની અંદર પાણીનો ખુબ સંગ્રહ થશે તેથી રાજકોટની જનતાને અને મહાનગરપાલિકાને રાહત થશે તેમજ નર્મદાનો પાણીનો આર્થિક બોજ હળવો થશે.
જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા આજે મંગળવારના રોજ ‘ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ'ના સહયોગથી વિવિધ સંસ્થા/કંપનીઓના C.S.R.ફંડમાંથી ભૂગર્ભ જળના પાણીના સ્તરમાં વધારો કરવા, વહી જતા વરસાદી પાણીને નવા બોર કરી, રીચાર્જ કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો. આ શુભારંભ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યો. મહાનગરપાલિકા દ્વારા ‘ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ'ના સહયોગથી વિવિધ સંસ્થા/કંપનીઓના ઘ્.લ્.ય્.ફંડમાંથી ભૂગર્ભ જળના પાણીના સ્તરમાં વધારો કરવા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જુદી જુદી શાળાઓ તથા હાઈસ્કુલના કેમ્પસમાં કુલ-૭૦ બોર કરવામાં આવનાર છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક વિસ્તારોમાં ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.તેમાંથી ૨૭૫ થી વધુ ચેકડેમ પૂર્ણ થઈ ગયા છે.
આ શુભારંભ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, આરોગ્ય કમિટી ચેરમેન કેતનભાઈ પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, ડૉ.દેવાંગી મૈયડ, પ્રતાપભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, ગોપાલભાઈ બાલઘા, કૌશિકભાઈ સરધારા, સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય સોનલબેન ફળદુ, રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના સિટી એન્જી.કે.પી.દેથરીયા, આસી.કમિશનર અને પી.એ.ટુ કમિશનર એન.કે.રામાનુજ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, આસી.એન્જી.વિશાલ વાગડીયા, વર્ક આસી.મયુર વેગડ વગેરે ઉપસ્થિત રહેલ હતા.
(4:13 PM IST)










