તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
વોર્ડ નં.૧૮માં રેઇનબો મેઇન રોડ પર ડામર રી-કાર્પેટ કરવાના કામનો શુભારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૮માં રેઇનબો મેઇન રોડ પર ડામર રી-કાર્પેટ કરવાના કામનો શુભારંભ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા દ્વારા કરવવામાં આવેલ. આ ડામર કામના શુભારંભ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઇ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, નરશીભાઇ સખીયા, મહેશભાઇ આસોદરીયા, મહેન્દ્રભાઇ વાછાણી, પંકજભાઇ લખતરીયા, દિનેશભાઇ કીડિયા, યુવરાજસિંહ જાડેજા, દિનેશભાઇ બોરીચા, મુકેશભાઇ કવલ, સંજયભાઇ બારસીયા, નટુભાઇ વાઘેલા, રસિકભાઇ ખૂંટ, કેવિનભાઇ વરસાણી, સંસ્કાર પટેલ, પરેશભાઇ સભાયા, રમેશભાઇ રામાણી, મયુરભાઇ સાકરીયા, સોનલબેન સોમૈયા, ભારતીબેન ગજેરા વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ. આ કામે અંદાજે ૨૦,૪૨૧.૦૦ ચો.મી. ડામર રી-કાર્પેટ થવાથી રેઇનબો રેસીડેન્સી તથા લાલબહાદુર સોસાયટી તથા આજુબાજુના વિસ્તારોના આશરે ૧૦,૦૦૦ લોકોને ફાયદો થશે.
(4:10 PM IST)










