<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

પેન્‍શન પ્રથા નાબુદ કરીને ગરીબ લોકો માટે સહાનુભુતી દાખવોઃભીખાભાઇ બાંભણીયા

રાજકોટ, તા.૩: જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યુ છે કે અગાઉ સાંસદ સભ્‍યો, ધારાસભ્‍યો અને મંત્રીશ્રીઓને હોટેલમાં રહેવા માટે તથા પગાર અને ભાડાભથ્‍થા અને અન્‍ય સવલતોમાં વધારો કરવામાં આવ્‍યો, તાજેતરમાં નિવળત કર્મચારી કે અધિકારીઓને મળતા પેન્‍શનમાં વધારો કરવામાં આવ્‍યો. સરકારી બાબુઓ માટે આતિથ્‍ય ખર્ચમાં ૧૫૦૧ નો વધારો કરવામાં આવ્‍યો આ જોતા જેઓ નોકરી કે સતામાં તથા હોદામાં ગોઠવાઈ ગયા છે. તેઓને મોંઘવારી કં મુશ્‍કેલી નડતી હોય તેવુ દેખાય રહયુ છે. આ પ્રથા કોઈપણ રીતે વ્‍યાજબી નથી. સામાન્‍ય કે મધ્‍યમ વર્ગના લોકો રોજીરોટી,મકાન, શિક્ષણ, બિમારીના ખર્ચ અંગે કેટલી મુશ્‍કેલી ભોગવે છે તે ધ્‍યાને લેવામાં આવતું નથી.

નિવળત થયા પછી પ્રો.ફંડ, ગ્રે ફંડ વિગેરેના લાખો રૂપિયા ચુકવાય છે છતા કામ કર્યા વગર પોતાની હયાતી ન હોય તો પણ પેન્‍શન આપવાનુ અને તેમાં વધારો કર્યે જવોએ કેટલુ વ્‍યાજબી છે. સાંસદ કે ધારાસભ્‍યો, સરકારી કર્મચારી નથી અને તેઓ કરોડો રૂપિયાના આસામી છે. લોકસેવકની વ્‍યાખ્‍યામાં આવતા હોવાથી પગાર કે પેન્‍શન કે અન્‍ય સવલતો બંધ થવી જોઈએઃ ફકત મિટિંગમાં કે બજેટસત્ર વખત જવાનું થાય ત્‍યારે જ સિટીંગ ફી કે ભાડાભથ્‍થા આપવા જોઈએ. નવી ભરતીમાં જે વેતન મળનુ નથી તેથી બે થી ત્રણ ગણી પેન્‍શનની રકમ ચુકવાય છે જે અંગે ફેરવિચારણા કરવાની જરૂર છે. તેમ ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

 સરકારના આંકડા મુજબ ૮૦ કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવે છે. આ લોકો પ્રત્‍યે પણ સહાનુભુતી દાખવવાની જરૂર છે. વિધવા કે વળધ્‍ધ સહાયમાં રૂા. ૧,૦૦૦/-કે રૂા.૧,૨૫૦/- ની રકમ ચુકવાય છે. તે શરમ જનક બાબત છે. રાજા-રજવાડાઓએ પોતાની માલ-મિલ્‍કત દેશને અર્પણ કરેલી તે વખતે સાલિયાણા પેટે અમુક રકમ આપવામાં આવતી હતી તે બંધ થઈ શકતી હોય તો પેન્‍શન પ્રથા કોઈપણને માટે સદંતર નાબુદ થવી જોઈએ તમામ વર્ગના આગેવાનોએ જાગળત અને સંગઠીત થઈ આ બાબતે રજુઆત કરવાની જરૂર છે. જોયા કરવાથી કંઈ વળવાનું નથી. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(2:59 PM IST)