<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

શાપર- વેરાવળમાં VTV ન્‍યુઝ દ્વારા રાજકોટ બીઝનેશ સમીટઃ હાલ ૩૫૦૦ એકમો કાર્યરત

ધારાસભ્‍ય ટીલાળાના હસ્‍તે ઉદઘાટનઃ અનેક ઉદ્યોગપતિઓ જોડાયા

રાજકોટ તા.૩: શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોશીએશન ઓડીટોરીયમ, શાપર ખાતે VTV ન્‍યુઝ દ્વારા રાજકોટ બીઝનેસ સમીટનું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્‍ય મહેમાન તરીકે ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળા, ઉદ્યોગ સેલ કન્‍વીનર ગુજરાત પ્રદેશ ભાજપ શ્રી જગદીશભાઈ કોટડીયા તથા પ્રમુખશ્રી શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોશીએશન અમળતભાઈ ગઢિયાના હસ્‍તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.

કાર્યક્રમમાં શાપર-વેરાવળ અને રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓની સાહસિકતા, સંઘર્ષ અને સફળતાની વિગતો રજુ કરવામાં આવેલ. શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોન ગુજરાતના રાજકોટ જીલ્લામાં આવેલું એક મહત્‍વનું ઔદ્યોગિક કેન્‍દ્ર છે. જે રાજ્‍યના આર્થિક વિકાસમાં મહત્‍વનું યોગદાન આપે છે. હાલમાં શાપર-વેરાવળ માં ૩૫૦૦ થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જે લાખો લકોને રોજગારી પૂરી પાડે છે.આ ઝોનનો ઈતિહાસ, વિકાસ અને વર્તમાન સ્‍થિતિ વિષયની માહિતી શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોશીએશન ના ચેરમેન અને ધારાસભ્‍યશ્રી ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળા તથા એસોશીએશનના પ્રમુખશ્રી અમળતભાઈ ગઢિયા દ્વારા આ સમીટમાં VTV ન્‍યુઝ એન્‍કર અંકુર રાવલ સાથેના વાર્તાલાપમાં જાણકારી આપવામાં આવેલ.

ખુબજ ઓછા સમયમાં સફળતાના શિખરો સર કરનાર શાપર-વેરાવળ તેમજ રાજકોટના અગ્રણી ૨૦ થી વધુ ઉદ્યોગકરોને VTV ન્‍યુઝ એન્‍કર અંકુર રાવલે આ સફળ ઉદ્યોગપતિ સાથે તેમની સકસેસ સ્‍ટોરીની પ્રશ્નોતરી કરેલ અને આ ઉદ્યોગપતિઓએ દરેકે પોતાની સફળ સ્‍ટોરી પ્રત્‍યુતરમાં જણાવેલ અને ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળાના  હસ્‍તે શિલ્‍ડ અર્પણ કરી સન્‍માનિત કરવામ આવેલ. આ તકે VTV ન્‍યુઝ વતી ન્‍યુઝ એન્‍કર અંકુર રાવલ, નેશનલ સેલ્‍સ હેડ શેલી ટીબક, સીનીયર સેલ્‍સ હેડ નરેન્‍દ્રસિંહ વાઘેલા, સૌરાષ્‍ટ્ર સેલ્‍સ હેડ કળતાંત ગોહેલ અને રાજકોટના તેમજ શાપર-વેરાવળના અગ્રણી ઉદ્યોગપતિઓ બહોળી સંખ્‍યામાં હાજર રહેલ હતા

(2:21 PM IST)