<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

જય ખોડિયારનગરમાં પાણી ઉડવા પ્રશ્ને દંપતી અને તેના પુત્ર પર આઠ શખ્‍સોએ હુમલો કરી પથ્‍થરમારો કર્યો

હર્ષદભાઇ જયસ્‍વાલની માલવીયાનગર પોલીસમાં જમાલ અભી સોરા, તેનો પુત્ર રીયાઝ, સાહિલ, ઇકબાલ, તેની પત્‍ની હસીના, પુત્ર ઇદરીશ તથા બે અજાણી મહિલા સામે ફરિયાદ

 

રાજકોટ, તા. રઃ દોઢસો ફુટ રીંગ રોડ પર જય ખોડીયાર સોસાયટીમાં રીક્ષામાં પાણી ભરવા માટે આરોપ્‍લાન્‍ટમાં ગયેલા યુવાનને પાણી ઉડાવતા તે બાબતનો ખાર રાખી દંપતી અને તેના પુત્ર પર આઠ શખ્‍સોએ તાવીથો તથા લાકડીથી હુમલો કરી પથ્‍થરમારો કરતા માલવીયાનગર પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલ જય ખોડીયાર સોસાયટી શેરી નં. ૩ માં રહેતા હર્ષદભાઇ રમણીકલાલભાઇ જયસ્‍વાલ (ઉ.વ. પપ) એ માલવીયાનગર પોલીસમાં ખોડીયારનગર તથા ભગવતીપરામાં રહેતો જમાલ કાસમભાઇ અભીસોરા, તેના બે પુત્રો રીયાઝ અને સાહિલ તથા ઇદરીશ ઇકબાલ તેની પત્‍ની હસીના તથા ઇકબાલ કાસમભાઇ તેની સાથે બે અજાણી મહિલા સહિતના શખ્‍સ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. હર્ષદભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે પાસે જીજે-૩ટી-૯૩પ નંબરની રીક્ષા હોઇ તે પાણીના ટેન્‍કરમાં ચલાવુ છું. મારે સંતાનમાં બે પુત્ર છે. તેમાં મોટો પ્રતિક છે અને પત્‍ની નીતાબેન (ઉ.વ. પ૪) છે. ગઇકાલે બપોરે મારો દીકરો પ્રતિક રીક્ષામાં પાણી ભરવા માટે ખોડીયારનગર શેરી નં. ૧પ માં ગયો હતો. તે પાણી ભરવા માટે આવતો હોઇ અમારા વિસ્‍તામાં રહેતા જમાલ કાસમભાઇ અભીસોરાનો દીકરો રીયાઝ તે નીરવભાઇ પટેલનું શ્‍યામ આરોપ્‍લાન્‍ટનું કામ કરતો હોઇ તે પાણીની નળીથી મારા દીકરા ઉપર ઉડાડેલ. તેની વાત મને પ્રતિકે મને ફોનમાં કરતા જેથી હું અને પત્‍ની બંને ઘરની બહાર નીકળી આ જમાલને સમજાવવા માટે જતા હોઇ ત્‍યારે જમાલ તેનો મોટો પુત્ર રીયાઝ તથા નાનો પુત્ર સાહિલ તથા જમાલનો નાનોભાઇ ઇકબાલ તેની પત્‍ની હસીના, તેનો પુત્ર ઇદરીશ બીજા ઘણા લોકો હાજર હોઇ જેમાં ઇદરીશ પાસે મોટો તવીથો તથા બીજા લોકો પાસે લાકડીઓ હોઇ મને મારવા દોડતા હું ભાગીને મારા ઘરમાં જતો ઇદરીશે તાવીથાનો ઘા કરી મને માથાના ભાગે ઇજા કરી હતી અને જમાલે લાકડી વડે મારમારી ખંભા તથા પગમાં ઇજા કરી હતી. પત્‍ની વચ્‍ચે પડતા તેને પણ માર માર્યો હતો. અમે બન્ને ઘરમાં જતા આ લોકો ડેલીમાં પાટા મારી પથ્‍થરના ઘા કર્યા હતા. દરમ્‍યાન પુત્ર પ્રતિક આવી જતા તેને પણ ઘેરી લઇ પથ્‍થર તાવિથો અને લાકડીથી માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા અમોને છોડાવ્‍યા હતા. બાદ ૧૦૮ મારફતે ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. સી.પી. રાઠોડ સહિતે તપાસ હાથ ધરી છે. જયારે સામાપક્ષે મારામારીમાં ઇદરીશ અને રીયાઝને પણ ઇજા થતા બન્નેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.(૬.ર૧)

(3:56 PM IST)