તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
‘તેરા તુજકો અર્પણ' ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારા
અરજદારોના રૂા.૮૧.૬૩ લાખ પરત અપાવતી સાઇબર ક્રાઇમ

રાજકોટઃ રાજય સરકાર દ્વારા ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારા અરજદારોને તેની રોકડ રકમ પરત મળી જાય તે માટે કાર્યવાહી કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા, જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી સી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સાયબ્ર ફ્રોડનો ભોગ બનનાર અરજદારોને નાણા પરત અપાવવા માટે સુચના આપતા સાઇબરક્રાઇમ પોલીસ મથકના પી.આઇ. જે.એમ. કૈલા, એમ.એ. જણકાત, આર.જી. પઢીયાર, બી.બી. જાડેજા અને એસ.ડી. ગીલવાની રાહબરી હેઠળ અલગ-અલગ ટીમે મે માસમાં સાયબર ફ્રોડનો ભોગ બનનારા અલગ-અલગ અરજદારોએ કરેલી અરજીની ટેકનીકલ એનાલીસીસ કરી સાયબરફ્રોડમાં ગુમાવેલા નાણા અરજદારોને કુલ રૂા.૮૧,૬૩,૮૩૧/-ની રકમ પરત અપાવી હતી. જે લોકો ઓનલાઇન ફ્રોડનો ભોગ બને તો સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦નો સંપર્ક કરવા જણાવાયું છે.(૨.૨૭)
(3:27 PM IST)










