તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
ર૯ મીની રાત્રે કોર્પોરેશનના સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે પાંચ ઇજનેરો સાથે ખૂબ જ અપમાનજનક વર્તન કર્યુ છે : કલેકટરને વિસ્તૃત રજૂઆતો
બિન સંસદીય શબ્દોમાં તોછડાઇ ભર્યુ વર્તન કરાયુ હતું : દબાણપૂર્વક લખાણ કરવા ફરજ પાડેલ છે : ચોંકાવનારી હકિકતો અપાઇ : વીજ સ્ટાફ ર૪ કલાક જાનના જોખમે ફરજ બજાવતો હોય છે : અમારી ગરિમા ખોરડાઇ છે : કલેકટર આ બાબતે સરકારમાં વિસ્તૃત વિગતો મોકલે : રાજકોટ કલેકટર ઉપરાંત-પીજીવીસીએલના એમડી-મ્યુ. કમિશનર તથા પોલીસ કમિશનરને પણ આવેદન પાઠવાયું

રાજકોટ, તા. ર : જીઇબી એન્જીનીયર્સ એસો.એ રાજકોટ સર્કલના મુખ્ય ઇજનેરશ્રી રાઠોડની આગેવાની હેઠળ તથા જામટાવર ડિવીઝનના ડે. ઇજનેરશ્રી ભટ્ટ અને અન્યોની ઉપસ્થિતિમાં કલેકટરને વિસ્તૃત આવેદન પાઠવી ગત તા.૨૯.૦૫.૨૦૨૫ ના રોજ પ્રઘુમનનગર (જામટાવર) સબડીવીઝન ખાતે મોડી રાત્રે અંદાજે ૦૧:૦૦ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે અપમાનજનક અને બિન સંસદીય શબ્દોમાં અસભ્યતાભર્યું વર્તન કરવા બદલ રજૂઆમત છે.
આવેદનમાં ઉમેર્યુ હતું કે, પ્રદ્યુમનનગર(જામટાવર) સબડીવીઝન હેઠળ આવતા વોર્ડ નં-૨ નો વિસ્તાર આવે છે. જે સદર વિસ્તારમાં ૧૧ કેવી ભોમેશ્વર ફીડર અને ૧૧ કેવી ઈન્કમટેક્ષ ફીડર હેઠળ આવે છે. ૧૧ કેવી ભોમેશ્વર ફીડરમાં મારૃતીનગર, રેસકોર્ષ પાર્ક, ગીતગુજરી, પેટ્રીયા હોટેલ આસપાસનો વિસ્તાર, જસાણી પાર્ક, સિંચાઈ નગર, ગોકાળીયા પરા વિગેરે આવે છે. તેમજ ૧૧ કેવી ઇન્કમટેક્ષ ફીડરમાં રામેશ્વર ચોક આસપાસનો વિસ્તાર, આદર્શ સોસાયટી, રેસકોર્ષ રીંગ રોડમાં મેયર બગલાથી કનકાઈ હોટેલ, જીલ્લા પંચાયત ચોક વિગેરે વિસ્તાર આવે છે.
સદર બનાવ અંગે આપ ને જણાવવાનું કે તા.૨૭.૦૫.૨૦૨૫ ના રોજ મોડી રાત્રે ૦૩:૨૦ થી ૦૪:૪૦ સુધી ૧૧ કેવી ઇન્કમટેક્ષ ફીડરમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલમાં નેચરલ ફોલ્ટ થવાથી બંધ થયેલ, પરંતુ રેસકોર્ષ પાસે આવેલ યુનિયન બેંકની બાજુમાં કેબલ ફોલ્ટ વાળા ભાગને શોધી, તાત્કાલિક અસરથી ફોલ્ટ રીપેર થઇ શકે તેમ ના હોય અને ગ્રાહકોને ઈમરજન્સી વીજ પુરવઠો મળી રહે તે બાબતને ધ્યાનમાં રાખી, આ ફોલ્ટ વાળા અન્ડર ગ્રાઉન્ડ કેબલના ભાગને તાત્કાલિક તેના બંને બાજુથી કેબલ છોડાવી, અન્ય ફીડરમાં જોડીને પાવર ચાલુ કરવામાં આવેલ તેમજ તા.૨૮.૦૫.૨૦૨૫ ના ફરી થી ૧૧ કેવી ઈન્કમટેક્ષ ફીડરમાં મેઈન લાઈનમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ જે ૬૬ કેવી લક્ષ્મીનગર સબ સ્ટેશનથી મહાકાલેશ્વર મંદિર સુધીના ૨.૫ કી.મી. ભાગમાં નેચરલ ફોલ્ટ થયેલ અને રાત્રે ૧૦:૨૫ થી ૧૧:૪૦ સુધી પાવર બંધ થયેલ જેથી આ કેબલ ફોલ્ટ વાળા ભાગને બંને બાજુથી કેબલ છોડાવી ફીડરનો ભાગ ૧૧ કેવી ભોમેશ્વર ફીડર અને ૧૧ કેવી જંકશન ફીડરમાં એમ અલગ અલગ બે ફીડરમાં જોડીને ઈમરજન્સી પાવર ચાલુ કરવામાં આવેલ હતો. વિશેષ તા. ૨૯.૦૫.૨૦૨૫ ના રોજ ૧૧ કેવી ભોમેશ્વર ફીડરમાં જમ્પર ફોલ્ટ થયેલ અને રાત્રે ૧૨:૩૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેલ અને ફોલ્ટ ને રીપેર કરીને ૧૧ કેવી ભોમેશ્વર ફીડર ચાલુ કરવામાં આવેલ
વિશેષ આપને જણાવવાનું કે પીજીવીસીએલમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા રાત-દિવસ સખત મહેનત કરી પાવર સપ્લાય સતત મળી રહે તે રીતે કામગીરી કરવામાં આવે છે. પરંતુ કોઈ કારણોસર ફોલ્ટ થાય તેને રીપેર કરવા માટે આ પાવર નરી આંખે જોઈ શકાતો ન હોય પ્રથમ ફોલ્ટને શોધી વીજ અકસ્માતની સલામતી ધ્યાને રાખી પાવર બંધ કરી જરૃરી અથિંગ, શોર્ટ, ડીસ્ચાર્જ વિગેરે કરી અને વેરીફાય કર્યા પછી અને રીપેર કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાને લીધે ફોલ્ટ રીપેર કરવામાં પણ સમય લાગતો હોય છે જે સ્વાભવિક છે, વિશેષ આપ ને જણાવવાનું કે જયારે પણ ગુજરાતમાં કોઈ આફત આવી હોય જેમ કે તૌકતે વાવાઝોડું બીપોરજોય વાવાઝોડું, ધરતીકંપ, સુનામી વિગેરેમાં પણ પીજીવીસીએલનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓના સતત પ્રયત્નો થકી પાવર સપ્લાય ત્વરિત અને ઝડપથી રીસ્ટોરેશન કરવામાં આવેલ છે.
તે દરમિયાન રાજકોટ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીજયમીનભાઈ ઠાકર પ્રદ્યુમનનગર (જામટાવર) સબડીવીઝન ખાતે રાત્રે અંદાજીત ૦૧:૦૦ વાગ્યે, પૂર્વ તૈયારી સાથે અન્ય માણસો તથા પ્રેસ-મીડિયા સાથે આવેલ અને અધિકારીઓને ફોન કરી ઓફીસ ખાતે ફરજીયાત આવવા દબાણ પૂર્વક જણાવેલ, આથી પ્રઘુમનનગર સબ ડીવીઝનના નાયબ ઈજનેર જે.યુ ભટ્ટ, એચ.ટી.-૨ સબ ડીવીઝનના નાયબ ઈજનેર શ્રી આર. જે. પ્રજાપતિ, જુનિયર ઈજનેર શ્રી એચ.બી. સાજકા, રાજકોટ શહેર વિભાગીય કચેરી-ર ના કાર્યપાલક ઈજનેર જી. કે .સરવૈયા તેમજ પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર શ્રી બી.સી. રાઠોડ તાત્કાલિક પ્રધુમનનગર સબ ડીવીઝન ખાતે દોડી ગયેલ. તેમજ આ તમામ અધિકારીઓ સામે ખુબ જ અપમાનજનક અને બિન સંસદીય શબ્દોમાં તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવેલ જે સોસીયલ મીડીયામાં વાયરલ થયેલ છે અને તેમના દ્વારા પાવર સપ્લાય બંધ ન થાય તે અંગેનું દબાણ પૂર્વક લખાણ કરવા ફરજ પાડેલ છે. આમ જયમીનભાઈ ઠાકરના આ ગેરવર્તણૂકથી પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરીના તમામ અધિકારી તથા કર્મચારીઓની ગરિમા ખરડાઈ હોય તેવી લાગણી અનુભવે છે ઉપરાંત આ વિડીયોના વાયરલ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોમાં રાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત થયેલ પીજીવીસીએલ કંપની તેમજ સરકારની પણ છબી ખરડાઈ છે. આ બાબતે આ વ્યકિત સામે આપના સ્તરે સરકારમા તેમજ ઉચ્ચ કક્ષાએ યોગ્ય રજૂઆત કરી, જરૃરી પગલા લઈ પીજીવીસીએલનાં અધિકારીઓ તથા કર્મચારીઓ ભય મુકત વાતાવરણ માં કામ કરી શકે તે માટે ન્યાય અપાવવા નમ્ર વિનંતી છે.
આવેદનની નકલ મ્યુ. કમિશનર પોલીસ કમિશનર, આવેદનની યાદી જનરલ સેક્રેટરી જીબીઆ એમએમ કડછાએ જાહેર કરી છે.
(2:43 PM IST)










