<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

કોરોનાએ રફતાર પકડી : રાજકોટમાં વધુ પાંચ કેસ : કુલ આંક 37એ પહોંચ્યો : 33 દર્દીઓ હોમ આઈસોલેટ

શહેરમાં કોરોનાનું સંક્રમણ યથાવત : બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નોંધાઈ : નાગરિકોને સાવચેત રહેવા અપીલ

રાજકોટ : રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત રહેતા, તા. ૩૧/૦૫/૨૦૨૫ ના રોજ વધુ પાંચ નવા કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૩૭ પર પહોંચી ગયો છે, જ્યારે હાલ ૩૩ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, નવા નોંધાયેલા પાંચ કેસ પૈકી બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. એક ૪૫ વર્ષીય મહિલા (માસ્તર સોસાયટી, વોર્ડ-૧૪) વિયેતનામથી પરત ફર્યા હતા, જ્યારે ૫૨ વર્ષીય પુરુષ (ઉમાપાર્ક, વોર્ડ-૧૦) જામનગરથી આવ્યા હતા. અન્ય ત્રણ કેસમાં ૫૬ વર્ષીય પુરુષ (અતિથિ ચોક, વોર્ડ-૮), ૨૫ વર્ષીય પુરુષ (સોપાન હાઈટ, વોર્ડ-૧) અને ૬૯ વર્ષીય મહિલા (રૈયા રોડ, વોર્ડ-૮) નો સમાવેશ થાય છે. નોંધનીય છે કે તમામ પાંચેય દર્દીઓની તબિયત હાલ સ્થિર છે અને તેઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મોટાભાગના દર્દીઓએ કોરોના વેક્સિનના ત્રણેય ડોઝ લીધા હોવાનું પણ સામે આવ્યું છે.
તા. ૧૯/૦૫/૨૦૨૫ થી આજરોજ સુધીમાં રાજકોટ શહેરમાં કુલ ૩૯ કેસ નોંધાયા છે, જેમાંથી ૪ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા સહિતના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

 

(12:54 PM IST)