<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

કોઠારીયા ગામ પાસે મેહુલભાઇ પંડયાના મકાનમાં રૂા. ૧.૯૭ લાખની ચોરી

કાકાનું અવસાન થતાં પરિવાર સાથે મોટી ગોપ ગામે ગયા'તાઃ તસ્‍કરો રોકડ અને દાગીના ઉઠાવી ગયા

રાજકોટ તા.૩૧: કોઠારિયાગામ પાસે આવેલા ઓમ રેસીડેન્‍સીમાં રહેતા યુવાનના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો રોકડ તથા દાગીના મળી રૂા.૧.૯૭ લાખની માલમતા  ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા ગામ પાસે રેસીડન્‍સીમાં રહેતા મેહુલભાઇ દિનેશભાઇ પંડયા (ઉ.વ.૩૪) એ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ જણાવાયું છે કે હું સડક પીપળીયા ખાતે ગંગા ફોજીઁગ લીમીટેડ નામની  ફેકટરીમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે નોકરી કરૂ છું. તા. ૨૮ના રોજ મારા કાકા શૈલેષભાઇ બાબુભાઇ પંડયા (રહે. મોટી ગોપ ગામ જામજોધપુર) નું અવસાન થયું હોઇ, તેથી હું તથા પત્‍ની અને બે દીકરીઓ સાથે ઘરને તાળુ મારી મોટી ગોપ ગામે ગયા હતા. ત્‍યાં કાકાના ઘરે રોકાયા હતા બાદ ગઇ કાલે પરત રાજકોટ આવ્‍યા ત્‍યારે ડેલીનું તાળુ ખોલી અંદર જતા દરવાજાનું તાળુ તૂટેલી હાલતમાં પડયું હતું. બાદ અંદર જતા રૂમમાં ફર્નિચર કબાટનો લોક પણ તૂટેલો હતો. અને સામાન વેરવીખેર જોવા મળતા મેંનપાસ કરતા કબાટમાં રાખેલા રૂા. ૫૦,૦૦૦ રોકડા અને રૂા. ૧.૪૭ લાખની કિંમતના સોનાના દાગીના જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બનાવની જાણ કરતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ, પી.કે.ગામેતી સહિતે સ્‍થળ પર પહોંચી મેહુલભાઇ પંડયાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.(૩૮.૩૦)

(4:08 PM IST)