તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st May 2025
રામનગર સોસાયટીમાં ઝાડ કાપતી વખતે દાંતરડુ વિજવાયરને અડી જતા અરિવંદભાઇને કરંટ લાગ્યો
યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા

રાજકોટ તા.૩૧: થોરાળામાં આવેલી રામનગર સોસાયટીમાં ઝાડ કાપતી વખતે વિજ કરંટ લાગતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
આજીડેમ ચોકડી પાસેના જીવરાજનગરમાં રહેતો અરવિંદ શામજીભાઇ વાઘેલા (ઉ.વ.૨૩) સવારે બકરાના ચારા માટે થોરાળા નજીક આવેલી રામનગર સોસાયટીમાં ઝાડ પર ચડી દાંતરડાથી ડાળી કાપતો હતો ત્યારે દાંતરડુ વિજતારને અડી જતા કરંટ લાગતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અરવિંદ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો છે તેને એક દિકરો અને ત્રણ દિકરી છે. આ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
(4:00 PM IST)










