<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

રાજકોટમાં કોરોનાના નવા ૮ કેસમાંથી વોર્ડ નં. ૮માં પ દર્દીઃ અત્‍યાર સુધીમાં ૪ લોકો સાજા થયા

શહેરમાં કુલ ૩ર માંથી ર૮ કેસ એકટીવ :ખુદીરામ ટાઉનશીપ, સુરજ પાર્ક, દામજી મેપા શેરી, જય રેસીડેન્‍સી, અંબિકા પાર્ક, તક્ષશીલા સોસાયટી, જીવરાજ પાર્ક તથા વિદ્યાકુંજ સોસાયટીમાં પોઝીટીવ કેસઃ તમામ હોમ આઇસોલેટ

રાજકોટ તા. ૩૧: શહેર સતત ચોથા દિવસે કોરોનાના નવા ૮ કેસ નોંધાયા છે. જેમાંથી તમામ લોકોએ કોરોનાની રસીના ડોઝ લીધેલા છે. નવા કુલ ૮ કેસમાંથી પ કેસ વોર્ડ નં. ૮ ના વિસ્‍તારો સુરજ પાર્ક, જય રેસીડેન્‍સી, જીવરાજ પાર્ક, અંબિકા પાર્ક તથા વિદ્યાકુંજ સોસાયટીમાં નોંધાયા છે.દેશભરમાં જયારે કોરોના વધ્‍યો છે ત્‍યારે રાજકોટમાં પણ એકટીવ કેસની સંખ્‍યા ર૮ થઇ છે. જયારે ૧૯મીથી અત્‍યાર સુધીમાં કુલ ૩ર કેસ નોંધાયેલા છે, જેમાંથી ૪ દર્દી સાજા થયા છે.

મનપામાં ગઇકાલે નોંધાયેલ કુલ ૮ કેસમાંથી કોઇની પણ ટ્રાવેલીંગ હિસ્‍ટ્રી નથી. તમામ દર્દીઓ હોમ કોરન્‍ટાઇન છે અને બધાની તબીયત સ્‍ટેબલ છે. આ દર્દીઓમાં ૪ સ્‍ત્રી અને ૪ પુરૂષોનો સમાવેશ થાય છે. જેમની ઉંમર ર૬ થી ૭૬ વચ્‍ચે છે.

નોંધાયેલ કેસમાં વોર્ડ નં. ૩ ની ખુદીરામ ટાઉનશીપના પ૦ વર્ષીય મહિલા, વોર્ડ નં. ૧૭ના દામજી મેપા શેરીના પપ વર્ષીય મહિલા, વોર્ડ નં. ર ના તક્ષશીલા સોસાયટીના ૭૬ વર્ષીય પુરૂષ, વોર્ડ નં. ૮ના સુરજ પાર્કના ર૬ વર્ષીય મહિલા, જય રેસીડેન્‍સીના ર૭ વર્ષીય પુરૂષ, જીવરાજ પાર્કના પ૧ વર્ષીય પુરૂષ, અંબિકા પાર્કના ૭૦ વર્ષીય પુરૂષ તથા વિદ્યાકુંજ સોસાયટીના પ૧ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

(2:31 PM IST)