તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
રાજકોટ માર્કેટયાર્ડમાં રજકાના બી ના ભાવમાં સતત વધારો : એક મણના 4200 થી 5650
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની સાથે કઠોળ અને અનાજના જથ્થાની ભારે આવક

રાજકોટ તા.૩૦ : ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજકોટ માર્કેટયાર્ડમાં રજકાના બી ના ભાવમાં સતત વધારો નોંધાયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.
રાજકોટ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1375 1530
ઘઉં લોકવન 494 513
ઘઉં ટુકડા 490 535
જુવાર સફેદ 605 881
જુવાર લાલ 850 970
જુવાર પીળી 370 470
બાજરી 350 485
તુવેર 1181 1330
ચણા પીળા 990 1088
ચણા સફેદ 1300 1876
અડદ 1190 1542
મગ 1350 1921
વાલ દેશી 700 1265
વાલ પાપડી 1030 1800
ચોળી 1400 1700
વટાણા 1031 1978
કળથી 650 850
રાજમા 705 1800
મગફળી જાડી 980 1260
મગફળી જીણી 1040 1565
તલી 1500 2300
એરંડા 1152 1237
અજમો 950 1470
સુવા 500 1450
સોયાબીન 791 828
સીંગફાડા 1070 1310
કાળા તલ 2700 3644
લસણ 780 1495
ધાણા 1150 1400
મરચા સુકા 650 1400
ધાણી 1250 1550
વરીયાળી 1100 1751
જીરૂ 3750 4170
રાય 1130 1351
મેથી 850 1305
ઇસબગુલ 800 1790
અશેરીયો 1299 1299
કલોંજી 3265 4121
રાયડો 1070 1154
રજકાનું બી 4200 5650
ગુવારનું બી 920 990
(4:35 PM IST)










