તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા યોજાયો રકતદાન કેમ્પ

રાજકોટ : અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા મહાનગરપાલિકા શહેરી આરોગ્ય કેન્દ્રના સહયોગથી તાજતેરમાં રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. પછાત વિસ્તારોમાં રકતદાન અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજવામાં આવેલ આ રકતદાન કેમ્પનું ઉદ્દઘાટન સરકારી લો કોલેજ અમદાવાદના પ્રાચાર્ય શ્રીમતી ડો. મિનળ રાવલના હસ્તે કરાયુ હતુ. સમગ્ર કેમ્પનું આયોજન મેડીકલ ઓફીસર ડો. મૌલીબેન ગણાત્રા, ડો. કૃપાબેન રાબડીયા, ડો. મેહુલ રંગાણી સહીતની ટીમે સફળ રીતે સંભાળ્યુ હતુ. રકતદાન કેમ્પની વિશિષ્ટતા એ હતી કે આ કેમ્પ થેલેસેમિયાના દર્દીઓને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવ્યો હતો. રાજકોટના પ્રથમ મહિલા મેયર શ્રીમતી ભાવનાબેન જોશીપુરાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે રકતદાન જાગૃતિ અભિયાનથી રકતદાતાઓને પ્રોત્સાહીત કરવામાં આવે છે. વ્યાપક જનસંપર્ક કરવામાં આવે છે. જેના સારા પરિણામો મળે છે. આ કેમ્પ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલનો પણ સહયોગ રહ્યો હતો.
(3:49 PM IST)










