તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
વોર્ડ નં.૩માં ટાઉન પ્લાનીંગ શાખા ત્રાટકી : માર્જીનમાં કરાયેલ ગેરકાયદે બાંધકામનું ડીમોલીશન
મનપા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના રક્ષીત કોમ્પ્લેક્ષમાં કાર્યવાહી

રાજકોટ, તા. ૩૦ : મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યાવહી હેઠળ આજે વોર્ડ નં.૩માં માર્જીનમા વધારાનુ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવેલ હતું.
મનપાની સત્તાવાર યાદી મુજબ મ્યુનીસીપલ કમિશનર તુષાર સુમેરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર એચ. આર. પટેલની સૂચના અનુસાર તથા એડી. સીટી એન્જીનીયરશ્રી એ. એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં રક્ષિત કોમ્પલેક્ષ, અયોધ્યા સોસાયટી. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર માર્જીનમા વધારાનુ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ,બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, રોશની શાખા, ફાયર બ્રીગેડ શાખા, સ્થળ પર હાજર રહેલતથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.
(3:44 PM IST)










