<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

જિલ્લા પંચાયતની કારોબારી અને સામાન્‍ય સભાને આચારસંહિત નડીઃ હવે બેઠક ૨૫મી પછી મળશે

દર ૩ મહિને બોર્ડ બેઠક બોલાવવાની પરંપરા તૂટશે

રાજકોટ, તા. ૩૦: રાજય ચુંટણી પંચે ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર કરતા આચારસહિતાના કારણે તેની અસર પંચાયત ક્ષેત્રના વિકાસ કામો પર પડી છે. ગ્રામ પંચાયતોની ચુંટણી તા. રર જુને અને મત ગણતરી તા. રપ જુને થશે ત્‍યાં સુધી આચારસહિતા અમલમાં રહેશે. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા સહિતની કામગીરીને આચારસહિતાનો ગ્રહણ નડયુ છે.

જિલ્લા પંચાયતમાં પહેલા સમિતિઓની બેઠક મળે અને પછી સામાન્‍ય સભા મળે તેવો ક્રમ છે. આ ક્રમ મુજબ સમિતિઓની બેઠકો શરૂ થયેલ. હવે બાંધકામ સમિતિ અને કારોબારી સમિતિઓની બેઠક જુનના પ્રારંભે મળનાર હતી. સામાન્‍ય સભા તા. ૧પ થી ર૦ જુન વચ્‍ચે બોલાવવા માટે હિલચાલ શરૂ થયેલ ત્‍યાં અચાનક આચારસહિતા લાગુ પડી ગઇ છે. હવે શાસકોએ રપ જુન પછી બાંધકામ, કારોબારી અને સામાન્‍ય સભા બોલાવવાનું નકકી કર્યુ છે. પંચાયતમાં સામાન્‍ય રીતે દર ત્રણ મહિને સામાન્‍ય સભા મળે છે. તે પરંપરા આ વખતે જળવાય નહી તેવા સંજોગો છે.

(3:57 PM IST)