<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

તેલ-પનીર-દૂધ-માવાના નમૂના ફેઇલ પાંચ પાર્ટી ઝપટે : એડી-કલેકટર દ્વારા આકરો દંડ

રાજકોટ, તા. ૩૦ :  તાજેતરમાં રાજકોટ ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગે દરોડો પાડી પાંચ જેટલી પાર્ટીને ત્‍યાંથી વિવિધ ખાદ્ય ચીજવસ્‍તુના નમૂના લીધા હતા, ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગ દ્વારા જસદણ- રાજકોટ- જેતપુર-ધોરાજીમાં પાંચ જેટલી પેઢીમાં તપાસ હાથ ધરાઇ હતી, અને ત્‍યાંથી વિવિધ ખાદ્યચીજ વસ્‍તુઓ જેવી કે તેલ, પનીર, મીકસ દૂધ, માવો, કસ્‍ટડર્ડ એપલ વિગેરેના નમૂના લેવાયા હતા, જે લેબોરેટરી ચકાસણીમાં મોકલાતા, રીપોર્ટ સબસ્‍ટાન્‍ડર્ડ આવતા તમામ સામેના કેસો એડી. કલેકટરશ્રી આલોક ગૌતમ સમક્ષ મુકાયા હતા, જયાં સુનાવણી દરમિયાન કેસ ચાલી જતા પાંચ જેટલી પેઢીને આકરો દંડ ફટકાર્યો છે.

જેમને દંડ ફટકારાયો તેમાં દામોદર ઓઇલ મીલ-જસદણ-તેલનો નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ થતા -ર૧ હજાર,  રજવાડી ડેરી-જેતપુરને -પનીર અંગે ર૦ હજાર, જય ખોડીયાર ડેરી ફાર્મ-જામનગર રોડ-રાજકોટને મીકસ દૂધ અંગે ૧પ હજાર, શ્રી પટેલ સ્‍વીટસ-રાજકોટને માવા અંગે -૧પ હજાર તથા રંગોલી ફૂડસ -ધોરાજીને કસ્‍ટર્ડ -એપલ અંગે-ર૧ હજારનો દંડ ફટકારાયાનું સમાવેશ થતો હોવાનું અધીકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

(3:42 PM IST)