<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

શાપર-વેરાવળ પોલીસે રાજકોટના ચોરાઉ બાઇક સાથે પિન્‍ટુને ઝડપી લીધો

બી ડીવીઝન પો.સ્‍ટે. વિસ્‍તારમાંથી બાઇક ચોર્યાની કબુલાત

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે શાપર-વેરાવળ પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે.(૨.૧૬)

રાજકોટ તા.૩૦: શાપર-વેરાવળ પોલીસે રાજકોટના ચોરાઉ બાઇક સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક હિમકરસિંહ રાજકોટ ગ્રામ્‍યનાઓની સુચના અન્‍વયે તથા નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા ગોંડલના માર્ગદર્શન હેઠળ તેમજ શાપર(વે.) પો. સ્‍ટે.ના આર. બી. રાણાની રાહબરી હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતો દરમ્‍યાન પો. હેઙ કો. તુષારસિંહ જાડેજા, પો. કોન્‍સ. જગસીભાઇ ઝાલા તથા દિવ્‍યેશભાઇ શામળાને હકિકત મળેલ હોય કે શાપર ચોકડી નીચે સર્વીસ રોડ પાસે એક શંકાસ્‍પદ ઇસમ ચોરી કે છળકપટથી મેળવેલ મો. સા. લઇ ઉભેલ હોય જેથી ત્‍યાં  જઇ મજકુર (૧) પિન્‍ટુ કલ્‍યાણભાઇ મારૂ (ઉ.ર૧) ધંધો.મજૂરી રહે. બુધ્‍ધનગર શેરી નં. ૧ વેરાવળ ગામ તા. કોટડા સાંગાણીને પકડી પાડી પૂછતાછ કરતા આ બાઇક રાજકોટના બી ડીવીઝન પો.સ્‍ટે. વિસ્‍તારમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા ધરપકડ કરાઇ હતી.

આ કાર્યવાહી શાપર-વેરાવળ પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. આર.ડી. સોલંકી, પો.હેડકોન્‍સ. જયદિપસિંહ વાઘેલા, રવીરાજસિંહ જાડેજા, મનસુખભાઇ ચોૈહાણ તથા સુમીત પનાળીયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(2:28 PM IST)