તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
જય ખોડિયાર એન્વાયરો ટેકનોલોજીસ પ્રા.લી ખાતે પોલ્યુશન બોર્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં વળક્ષારોપણ કાર્યક્રમ
નરેન્દ્રભાઈના ‘‘એક પેડ માં કે નામ'' અભિયાન શરૂ કરાવીને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વળક્ષ વાવવાની પ્રેરણા આપી છે.: ભુપતભાઈ બોદર : જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, CETP ના ડાયરેક્ટર ભુપતભાઈ બોદર, જગદીશભાઈ બોદર REMA ના પ્રમુખ સંજયભાઈ શર્મા તથા GPCBના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા : પર્ર્યાવરણની જાળવણી અને વાતાવરણના સંતુલન માટે વળક્ષારોપણને પ્રોત્સાહન આપવું જોઈએઃ સંજય શર્મા સિંંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે પ્રતિજ્ઞા સહ સંકલ્પઃ નરેન્દ્રસિંહ જાડેજા

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા જનમાનસમાં પર્યાવરણ પ્રતી જાગૃતતા વધે લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી ગ્રીન ઇન્ડીયા મીશન, નેશનલ કલીન એર પ્રોગ્રામ મુખ્યમંત્રી વળક્ષારોપણ પ્રોત્સાહન યોજના જેવા વિવિધ અભિયાન તથા યોજના જેવા વિવિધ અભિયાનએ અમલમાં મૂકવામાં આવેલ છે. અને વડાપ્રધાન શ્રી મોદી પણ એક પેડ માં કે નામ જેવા અભિયાન અંતર્ગત વળક્ષારોપણ અભિયાનને સફળતા પૂર્વક જનમાનસ માં સાકાર કરેલ છે ત્યારે જય ખોડિયાર એન્વાયરી પ્રાઇવેટ લિમિટેડ કાળીપાઢ (રાજકોટ) CETP ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં અને CETP ના ડાયરેક્ટરી ભૂપતભાઈ બોદર અને જગદીશભાઈ બોદર ના સઘન પ્રયાસો થી રાજકોટ ઇલેક્ટ્રોપ્લેટર્સ બેન્ડ મેટલ કિનિશર્સ બેસ્ટોમિએશન ના હોદદારો અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં વળક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો, આ પ્રસંગે વળક્ષો નો જતનપૂર્વક ઉછેર અને સંવર્ધન કરવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરી ને કપડા ની થેલી નો ઉપયોગ કરવા માટે ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા પ્રતિજ્ઞા લઈ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ ઇલેક્ટ્રોપ્લેટર્સ એન્ડ મેટલ ફિનિશર્સ એસોસિએશન ના હોદદારો દ્વારા ભૂપતભાઈ બોદર ને ધન્યવાદ સહ અભિનંદન પાઠવ્યા હતા. વળક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણીથી જ ભરપુર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ઘાસચારો, વનિલ ઉદ્યોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ. પ્રાકળતિક તત્વોની જાળવણી કરી શકાય ગુજરાતને સતત પ્રગતિના પંથે અગ્રેસર રાખવું હશે તો આપણે સહુ પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરતાં શીખવું પડશે તેમ અંત માં CETP ના ડાયરેક્ટર ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું.આ પ્રસંગે રાજકોટ ઇલેક્ટ્રોપ્લેટર્સ એન્ડ મેટલ ફિનિશર્સ એસોસિએશન ના પ્રમુખ સંજયભાઈ શર્મા તથા હોદેદારો શ્રી સુરેશભાઈ મામતોરા, સંજયભાઈ મહેતા,સુરેશભાઈ શાહ, તુષારભાઈ શાહ વિરલભાઈ તલસાણીયા , દીપકભાઈ શાહ રમેશભાઈ રામોલિયા, પરેશભાઈ સાવંત તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના માનસીબેન થાનકી, રાધિકાબેન યુડાસમા અને CEPT ના મનોજભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ અગ્રાવત અને ધર્મેશ ભાઈ આસોદરીયા સીટી પટેલ. નીલેશ ખૂંટ ઉપસ્થિત રહ્યા હતા
(2:26 PM IST)










