તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ૮ બીએઙ કોલેજોની ૪ હજાર બેઠકોમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ શરૂ
વિદ્યાર્થીઓ કોઇપણ બી.એઙ કોલેજમાં જઇ પ્રવેશ ફોર્મ ભરી શકશે

રાજકોટ તા. ૩૦ :.. ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે GCAS પોર્ટલના માધ્યમથી પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીએઙ કોલેજોના પ્રવેશ માટે GCAS પોર્ટલ શરૂ થયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૫૮ બી એડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. વર્ષો થી મધ્યસ્થ પ્રવેશ સમિતિ દ્વારા થતી બી એડ પ્રવેશ પ્રક્રિયા આ વર્ષ થી GCAS મારફતે રાજ્ય સરકાર કરી રહી છે. TY એટલે તાાતક થયેલા વિદ્યાર્થીઓ બી એડ પ્રવેશ માટે અરજી કરી શકશે. સામાન્ય કેટેગરી માટે ૫૦ અને અનામત કેટેગરી માટે ૪૫ ટકા હોવા જરૂરી છે. EWS માટે ૫૦ ટકા હોવા જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની સતત ભરતીઓ થતા વિદ્યાર્થીઓ બી એડ માં પ્રવેશ માટે રાહ જોતા હતા. રાજકોટ માં ૩ અનુદાનિત કોલેજો છે.
શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો. નિદત બારોટે એકયાદીમાં જણાવ્યું છે કે, પ્રવેશ ફોર્મ ભરવા વિદ્યાર્થીઓ કોઈ પણ BEd કોલેજમાં જઈ પ્રક્રિયા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ પ્રવેશ ફોર્મ ભરવાનું કેન્દ્ર છે જ્યાં પ્રવેશ ફોર્મ ભરવાની અને વેરિફિકેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રની ૫૮ જેટલી કોલેજોમાં ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ૭ જૂન છે. ત્યાર બાદ રાઉંડ બહાર પડી પ્રવેશ આપવામાં આવશે.
(12:20 PM IST)










