તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
માલધારી ફાટક પાસે યુપીના ફરમાન સાહિદનો ગળા ફાંસો ખાઇ આપઘાત
આજી ડેમ પોલીસે યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી

રાજકોટ તા.૨૮: માલધારી ફાટક પાસે રોલેકસ કારખાનાની બાજુમાં રહેતા યુપીના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
પોલીસ સુત્રોએ આપેલી વિગત મુજબ ફરમાન અહેમદ સાહિદ (ઉ.વ.૩૩) રહે. માલધારી ફાટક પાસે રોલેક્સ કારખાનાની બાજુમાં રાજકોટ મૂળ ઉત્તર પ્રદેશ)એ આજે વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ૧૦૮ ને જાણ કરાતા સ્થળ પર જ ફરમાનને મળત જાહેર કરાયો હતો. આજીડેમ પોલીસના સ્ટાફે મળતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. મળતક કારખાનામાં કામ કરતો હતો. યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથધરી છે.
(4:03 PM IST)










