<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

શહેરમાં ૬ માસના બાળક સહિત કોરોનાના નવા ૬ કેસઃ તમામ હોમ આઇસોલેટ

હાલ ૧૦ દર્દી સારવારમાં: સદ્‌ગુરૂનગરમાં એક જ પરીવારમાં બે દર્દીઃ ગઇકાલે રામપાર્ક-૧, બસ સ્‍ટેશન પાસે, જીવરાજ પાર્ક, મંગલ પાર્કમાં કેસ મળ્‍યાઃ બે પુરૂષની ટ્રાવેલ્‍સ હિસ્‍ટ્રી

 

રાજકોટ તા.૨૮: ગુજરાતમાં કોરોનાના એકટીવ કેસની સંખ્‍યા ધીમેધીમે વધી રહી છે. ત્‍યારે રાજકોટમાં ગઇકાલે નવા ૬ કેસ આવતા રાજકોટમાં અત્‍યાર સુધીના કુલ કેસનો આંકડો ૧૧ એ પહોંચ્‍યો છે. એક દર્દી કોરોના મુકત થતા હાલ ૧૦ દર્દી હોમ આઇસોલેટના સારવાર હેઠળ છે.

મનપાના આરોગ્‍ય વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ શહેરમાં તા.૧૯/૫થી કોરોનાના કેસ આવાનું પ્રારંભ થયો છે. પ્રથમ એક આવ્‍યા બાદ પાંચ દિવસ પછી ગઇકાલે વધુ પાંચ પોઝીટીવ દર્દીનો ઉમેરો થયો હતો અને આજે પણ બપોર સુધીમાં વધુ નવા ૬ કેસ પોઝેટીવ આવ્‍યા છે. જેમાં વોર્ડ નં.૬માં રામપાર્કમાં એક મહિલા (ઉ.વ.૨૫) તથા વોર્ડ નં.૧૦માં સદગુરુ નગરમાં ૩૨ વર્ષિય પુરુષ અને છ માસના બાળકનો રિર્પોટ પોઝેટીવ આવ્‍યો છે. તેવી જ રીતે વોર્ડ નં.૭માં બસસ્‍ટેશન પાસે એક પુરુષ (ઉ.વ.૨૬) તથા વોર્ડ નં.૧૧મા જીવરાજપાર્કમાં એક પુરુષ (ઉ.વ.૬૭) અને વોર્ડ નં.૧૮માં મંગલપાર્કમાં એક પુરુષ (ઉ.વ.૨૬) સહિત છ નવા કેસ નોધાયા છે. બાળક સિવાય તમામ દર્દીઓએ વેકશીનેશનના બે અને ત્રણ ડોઝ લઇ લીધા છે. જયારે સદગુરુ નગરના દર્દીની ટ્રાવેલ્‍સ હિસ્‍ટ્રી મુંબઇની અને બસસ્‍ટેશન પાસે આવેલ પુરુષની ટ્રાવેલ્‍સ હિસ્‍ટ્રી દુબઇ હોવાનું જાણવા મળેલ છે. આથી શહેરમા હાલ ૧૦ કોરોનાના દર્દીને હોમ આઇસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે અને તમામની સ્‍થિતી સ્‍ટેબલ હોવાનું આરોગ્‍ય વિભાગે જણાવ્‍યું છે. જયારે એક દર્દીને આજે રિર્પોટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી છે. આમ કોરોનાના દર્દીમાં દિવસે-દિવસે સતત વધારો થવા લાગતા આરોગ્‍ય વિભાગે સાવચેતીના પગલા માટે લોકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની અપીલ કરી છે.(૨.૨૨)

(3:06 PM IST)