<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

વોકીંગમાં નીકળેલા વૃધ્‍ધના ૧.૬૦ લાખના ચેઇનની ચીલઝડપ કરનાર મહિલા સહિત ચાર ઝડપાયા

બી ડીવીઝન પોલીસના હેડ કોન્‍સ ક્રિપાલસિંહ જાડેજા, કોન્‍સ વિશ્વજીતસિંહ ઝાલા અને નરેશભાઇ ચાવડાની બાતમીઃ વિશાલ, ઉકો ઉર્ફે સંજય, ચેત+ન અને લાભુની ધરપકડ

રાજકોટ તા.૨૮: સાંમાકાઠે સેટેલાઇટ ચોક નજીક વોકીંગમાં નીકળેલા વૃધ્‍ધાના રૂા.૧.૯૦ લાખના સોનાના ચેઇનની ચીલઝડપ કરનારા બે શખ્‍સો તથા ચોરાઉ માલ ખરીદનાર વેપારી અને એક મહિલાને બી ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ સેટેલાઇટ ચોક થી પટેલ ચોક પાસે પુત્રવધુ સાથે વોકીંગમાં નીકળેલા વૃધ્‍ધા વિજયાબેન ચંદુભાઇ દેસાઇના ગળામાં ઝોંટ મારી બાઇક પર આવેલા બે શખ્‍સો રૂા. ૧.૯૦ લાખના સોનાના ચેઇનની ચીલઝડપ કર્યાની ફરિયાદ બીડીવીઝન પોલીસમાં નોંધાઇ હતી. આ બનાવમાં આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશઝાની સૂચનાથી બી ડીવીઝન પોલીસ મથકના ઇન્‍ચાર્જ પી.આઇ.એન.વી. હરીયાણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.ચોૈધરી સહિત અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી દરમ્‍યાન હેડ કોન્‍સ ક્રિપાલસિંહ જાડેજા, કોન્‍સ વિશ્વજીતસિંહ ઝાલા, નરેશભાઇ ચાવડાને બાતમી મળતા આડો પેડક રોડ પરથી વિશાલ કિશનભાઇ સોલંકી (ઉ.વ.૩૦) (રહે. ચુનારાવાડ શેરી નં.૧) તથા ઉકો ઉર્ફે સંજય ભુપતભાઇ પરમાર (ઉ.વ.૩૯) (રહે. ચુનારાવાડ શેરી નં.૫) ને પકડી લઇ બંનેની પૂછપરછ કરતા સોનાના ચેઇનની ચીલઝડપ કર્યા બાદ ચેઇન લાભુ મુન્‍નાભાઇ સોલંકી (ઉ.વ.૪૦) (રહે. ચુનારવાડા શેરી નં.૧)  ેને વેંચવા માટે આપ્‍યો હોવાની કબુલાત આપતા પોલીસે લાભુને પણ પકડી લીધી હતી તેની પૂછપરછમાં ચેઇન ખેંચીનાખ્‍યો હોવાનું જાણવા મળતા પોલીસે આ ચોરાઉ સોનાનો ચેઇન ખરીદનાર વેપારી ચેતન અરવીંદભાઇ જીંજવાડીયા (ઉ.વ.૪૯) (રહે. વાણીયાવાડીમાં શેરી નં.૩) ને પકડી લઇ સોનાનો ઢાળીયા તથા બાઇક મળી રૂા.૧.૯૦ લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો હતો. વિશાલ ચીલઝડપ, દારૂ સહિત છ ગુનામાં અને ઉકો અગાઉ હત્‍યાના ગુનામાં પકડાઇ ચૂકયો છે. આ કામગીરી ઇન્‍ચાર્જ  પીઆઇ એન.વી.હરીયાણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.ચોૈધરી એ.એસ.આઇ. અનિલસિંહ ગોહિલ, હેડ. કોન્‍સ.ક્રિપાલસિંહ જાડેજા, લાલજીભાઇ હાડગડા, કોન્‍સ. રાજદિપભાઇ પટગીર,  વિશ્વજીતસિંહ ઝાલા, હાર્દિકભાઇ ગાજીપરા , વિનોદભાઇ પરમાર, નરેશભાઇ ચાવડા, મનજીભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

(3:59 PM IST)