<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

પોપટપરામાં ચોરી કરવાના ઇરાદે આવેલા વાંકાનેરના નવઘણને લોકોએ પકડી લમધાર્યો

મોડી રાત્રે શખ્‍સ ખાંખાખોળા કરતા રહેવાસીઓ જાગી ગયાઃ પ્ર.નગર પોલીસને જાણ કરાઇ

રાજકોટ તા. ર૮: શહેરના પોપટપરા વિસ્‍તારમાં રાત્રીના ચોરીના ઇરાદે આવેલો શખસ અહીં મકાનમાં ખાખાખોળા કરતો હતો. દરમિયાન લતાવસીઓની ઉંઘ ઉડી જતા આ શખસને પકડી તેને ધોકા-પાઇપ મારમાર્યો હતો. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસે તાકીદે બનાવસ્‍થળે પહોંચી આ શખસને સારવાર માટે સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પોપટપરામાં વિસ્‍તારમાં રાત્રીના એક શખસ ચોરીના ઇરાદે આવ્‍યો હોય તેને દરમિયાન અહીં લતાવાસીઓ જાગી જતા આ શખસને ઝડપી લીધો હતો.બાદમાં તેને ધોકા-પાઇપ વડે મારમાર્યો હતો.બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસે તાકીદે અહીં પહોંચી ઇજાગ્રસ્‍ત આ શખસને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડયો હતો.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ,આ શખસનું નામ નવઘણ ભલુભાઇ વીકાણી (ઉ.વ ૨૨)(રહે. નવાપરા જીઆઇડીસી પાસે,વાંકાનેર) હોવાનું જાણવા મળ્‍યું છે. તે રાત્રીના ચોરીના ઇરાદે અહીં પોપટપરા વિસ્‍તારમાં આવ્‍યો હતો. તે મકાનમાં ખાખાખોળા કરતો હતો દરમિયાન કોઇ રહેવાસીની ઉંઘ ઉડી જતા દેકારો કરતા અન્‍ય રહેવાસીઓ પણ જાગી ઘરની બહાર દોડી આવ્‍યા હતાં.આ શખસ નાસી છૂટે તે પહેલા જ ઝડપી લઇ  ધોકા-પાઇપ વડે લમધારી નાંખ્‍યો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

(2:03 PM IST)