તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
રાજકોટમાં વડીલ દંપતીઓ માટે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નાણાકીય સેમિનાર યોજાયો

રાજકોટમાં અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અને ફ્રેન્કલીન ટેમ્પલટનના સંયુક્ત ઉપક્રમે વડીલ દંપતીઓ માટે "જમાના બદલ ગયા હૈ" વિષયક સેમિનાર ઠાકર હોટેલ ખાતે યોજાયો. જૈન સોશ્યલ ગ્રૂપ-રાજકોટ વેસ્ટના ૨૦૦ જેટલા સભ્ય દંપતીઓએ રોકાણ અને મ્યુચ્યુઅલ ફંડના માળખા અંગે સમજ મેળવી. કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહની વિશેષ ઉપસ્થિતિ રહી.
અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર અને જૈન સોશ્યલ ગ્રૂપના ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ રવાણીએ જણાવ્યું કે, મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય સ્વતંત્રતા અને સપનાઓને સાકાર કરવાનો અસરકારક માર્ગ છે, જે વ્યક્તિ અને પરિવારના ભવિષ્યને સુરક્ષિત બનાવે છે. મુખ્ય વક્તા શ્રી પ્રશાંતભાઈ મિસ્ત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, મોંઘવારીના યુગમાં મ્યુચ્યુઅલ ફંડ સ્થિરતા, ઓછું જોખમ અને વ્યાવસાયિક વ્યવસ્થાપન દ્વારા રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે એફડી, ગોલ્ડ અને શેરબજારની તુલનામાં મ્યુચ્યુઅલ ફંડની લવચીકતા અને પારદર્શકતાને વધુ વ્યવહારુ ગણાવી.
ડૉ. દર્શિતાબેન શાહે જણાવ્યું કે, બચતથી આગળ વધીને રોકાણ નાણાકીય સ્વતંત્રતા માટે અનિવાર્ય છે. તેમણે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અને મેહુલભાઈ રવાણીની જાગૃતિ ફેલાવવાની પ્રવૃત્તિની પ્રશંસા કરી. જૈન સોશ્યલ ગ્રૂપના પ્રમુખ શ્રી મહેશભાઈ શાહે સેમિનારની સફળતા માટે મેહુલભાઈનો આભાર માન્યો અને નાણાકીય આયોજનનું મહત્વ સમજાવતા માર્ગદર્શનની સરાહના કરી.
સંસ્થાની યાદી જણાવે છે કે ફ્રેન્કલીન ટેમ્પલટનના શ્રી ચેતનભાઈ મહેતાનો વિશેષ સહયોગ મળ્યો. ઇવેન્ટને સફળ બનાવવામાં વત્સલ રવાણી, રાધિકા આડેસરા, પ્રાચી શર્મા, દેવાંગ સાટીયા અને કિશનભાઈ સિદ્ધપુરાએ યોગદાન આપ્યું. અરિહંત ઇન્વેસ્ટમેન્ટ, છેલ્લા ૨૫ વર્ષથી ૩૦૦૦થી વધુ રોકાણકારોને માર્ગદર્શન આપે છે, જે સોમવારથી રવિવાર સુધી સવારે ૯:૦૦થી રાત્રે ૮:૩૦ સુધી ઓફિસ ખુલ્લી રાખે છે. અરિહંત ઇન્વેસ્ટમેન્ટ, ઓફિસ નં. ૩૦૧, સાધના ડાઉન ટાઉન બિલ્ડીંગ, જ્યુબેલી ચોક, રાજકોટ. ફોન: ૯૮૨૫૮૮૨૫૭૯, ૦૨૮૧-૨૨૨૬૮૭૮.
(1:33 PM IST)










