<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વખત કડવા પાટીદારના ઉમા સારથી ફાઉન્‍ડેશન દ્વારા ‘પ્રીતનું પાનેતર-૨૦૨૫' સમૂહ લગ્ન

દરેક દીકરીને કરિયાવરમાં ચણિયાચોળી, ડ્રેસ, વુડન કબાટ, ટીપોય, ટી.વી., ફ્રીજ, ડબલ બેડ, ગાદલું સહિત ૯૬ ઘરવખરીની વસ્‍તુઓ આપવામાં આવીઃ જ્‍યોતિબેન ટીલવા : સમૂહ લગ્ન સામાજિક સમરસતા સ્‍થાપે છે અને સેવાકીય પ્રવળત્તિઓને પ્રોત્‍સાહન આપે છેઃ પુરષોત્તમભાઈ રૂપાલા

રાજકોટઃ રાધિકા ફાર્મ, પરસાણા ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે ઉમા સારથી ફાઉન્‍ડેશન દ્વારા સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વખત કડવા પાટીદાર સમાજના ‘પ્રીતનું પાનેતર-૨૦૨૫' હેઠળ ૨૫ નવદંપતીઓના સમૂહ લગ્નનું ભવ્‍ય આયોજન સંપન્ન થયું. નવદંપતીઓએ સંસારના મંગલમય પથ પર સાથે રહેવાનો સંકલ્‍પ કરી સહજીવનની યાત્રા શરૂ કરી.

ઉમા સારથી ફાઉન્‍ડેશનના સંચાલક શ્રીમતી જ્‍યોતીબેન ટીલવાએ જણાવ્‍યું કે, આ સમૂહ લગ્નમાં દરેક દીકરીને કરિયાવરમાં ચણિયાચોળી, ડ્રેસ, વુડન કબાટ, ટીપોય, ટી.વી., ફ્રીજ, ડબલ બેડ, ગાદલું સહિત ૯૬ ઘરવખરીની વસ્‍તુઓ આપવામાં આવી. કાર્યક્રમમાં ૪ હજારથી વધુ લોકોએ હાજરી આપી.

ઉપસ્‍થિત વૈષ્‍ણવ સંપ્રદાયના સંતશ્રીએ જણાવ્‍યું કે, સમૂહ લગ્ન આજના ખર્ચાળ યુગમાં આશીર્વાદ સમાન છે, જે સમય અને ખર્ચની બચત કરે છે, દીકરીઓને જાજરમાન રીતે વળાવવાનું માતા-પિતાનું સપનું સાકાર કરે છે. સંસદસભ્‍ય શ્રી પરસોત્તમ રૂપાલાએ ઉમેર્યું કે, સમૂહ લગ્ન સામાજિક સમરસતા સ્‍થાપે છે અને સેવાકીય પ્રવળત્તિઓને પ્રોત્‍સાહન આપે છે.

કાર્યક્રમમાં પ. પૂ. (ડો.) સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્‍વામી, શાષાી શ્રી રાધા રમણદાસજી સ્‍વામી, ભગવત આચાર્ય શાષાી શ્રી નિખિલભાઈ જોશી, સંસદસભ્‍ય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાડા, ડો. દર્શિતાબેન શાહ, સમાજના આગેવાનો શ્રી મૌલેશભાઈ ઉકાણી, શ્રી નિલેશભાઈ ધુલેશિયા, શ્રી જગદીશભાઈ કોટડીયા, શ્રી સિલાલભાઈ આદ્રોજા, શ્રી નંદલાલભાઈ માંડવીયા, શ્રી રાજનભાઈ વડાલીયા, શ્રી જીવનભાઈ વડાલીયા, શ્રી ચંદુભાઈ ખાનપરા, શ્રી કિરીટભાઈ આદ્રોજા, ડો.ચેતન ડઢાણીયા, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી ગૌતમભાઈ ધમસાણીયા, શ્રીમતી સોનલબેન ઉકાણી, શ્રીમતી ભાવનાબેન કોટડીયા, શ્રીમતી નિશાબેન વડાલીયા ઉપસ્‍થિત રહ્યા.

શુભેચ્‍છક સંસ્‍થાઓ શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર, સી. પટેલ સભા સમાજ રાજકોટ, શ્રી ઉમિયા સેવા પ્રગતિ મંડળ ટ્રસ્‍ટ, શ્રી ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્‍ટ, શ્રી ઉમિયા કડવા પાટીદાર સમાજ, શ્રી ઉમિયા પદયાત્રી પરિવાર, ક્‍લબ યુ.વી. શ્રી ઉમિયા યુવા ફાઉન્‍ડેશન, કે.પી.એસ. ક્‍લબ, ઉમા ડાયનેમિક, ઉમા યુ.કે., યુવા ગ્રૂપે યોગદાન આપ્‍યું.

કાર્યક્રમનો પ્રારંભ અગ્રણીઓના હસ્‍તે દીપ પ્રાગટયથી થયો, ઉમિયા માતાજીની મહા આરતી થઈ. મહેમાનોનું ખેસ અને શિલ્‍ડથી સ્‍વાગત થયું. શ્રી કિશનભાઈ ટીલવાએ સ્‍વાગત પ્રવચન કર્યું. જાન આગમન બેન્‍ડવાજા સાથે, હસ્‍તમેળાપ, ભોજન સમારંભ અને જાન વિદાય ધામધૂમથી ઉજવાયા.

જીવનદીપ બ્‍લડ બેંકના સહયોગથી ઉમિયા પદયાત્રી ચેરિટેબલ ટ્રસ્‍ટે ૨૮૨મો રક્‍તદાન કેમ્‍પ યોજ્‍યો, જેમાં બહોળી સંખ્‍યામાં લોકોએ રક્‍તદાન કર્યું. મંડપના દાતા શ્રી શૈલેષભાઈ દેસાઈ અને રાધિકા ફાર્મના દાતા શ્રી અશોકભાઈ ઝીંઝુવાડિયાનો આભાર વ્‍યક્‍ત થયો.

આયોજકો શ્રીમતી જ્‍યોતીબેન ટીલવા, શ્રી કિશનભાઈ ટીલવા, શ્રીમતી રીટાબેન કાલાવડીયા, શ્રીમતી શીતલબેન ડેડકીયા, શ્રી મનીષભાઈ ડેડકીયા, શ્રી હિરેનભાઈ સાપરિયા, શ્રી હિરેનભાઈ પાંચાણી, શ્રી ડેનીભાઈ ડઢાણીયા, શ્રી ભાર્ગવભાઈ મેતલીયા, શ્રી ઉદયભાઈ ભૂત, શ્રી યુગ કણસાગરા, શ્રી જીત પાડેલીયા, શ્રી રવિ ચાંગેલા, શ્રી પ્રફુલભાઈ દેત્રોજા, શ્રી સંજયભાઈ ખીરસરિયા, શ્રી પાર્થભાઈ માણસોરિયા, શ્રી ચિરાગભાઈ ઘેટીયા, શ્રી યોગેશભાઈ ભુવા, શ્રી પ્રતાપભાઈ સિનોજીયા, શ્રી પીયુષભાઈ સીતાપરા, શ્રી નિમેષભાઈ બોડા, શ્રી રોનકભાઈ ગડારા, શ્રી રસિકભાઈ ખીરસરિયા, શ્રીમતી ભાવનાબેન રાજપરા, શ્રીમતી વર્ષાબેન મોરી, શ્રીમતી રેખાબેન ત્રાંબડીયા, શ્રીમતી કિરણબેન માકડીયાએ જહેમત ઉઠાવી. સંચાલન શ્રી હાર્દિકભાઈ સોરઠીયા અને શ્રીમતી દિવ્‍યાબેન ભૂતે કર્યું

(3:53 PM IST)