તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
આર્મ્સ એકટના ગુન્હામાં ફરાર હિતેશ ધામેલીયા રિવોલ્વર સાથે ઝડપાયો: મહિલા પેડલરનો પુત્ર અગાઉના ગુનામાં ફરાર હતો: એસઓજી પીઆઇ એસ.એમ જાડેજા અને ટીમની કાર્યવાહી: ઇન્દ્રસિંહ અને ફિરોઝભાઈની બાતમી

રાજકોટ: શહેર એસઓજીની ટીમે પિસ્તોલ સાથે મહિલા ડ્રગ્સ પેડલરના પુત્રને પકડી લીધો છે. આ શખ્સ અગાઉના ડીસીબીના ગુનામાં પણ ફરાર હતો.
એસઓજી ટીમને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર હથીયાર ધરાવતા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ જે અન્વયે કર્મચારીઓ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.હેડ.કોન્સ ઇન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા તથા ફિરોજભાઈ હનીફભાઈ રાઠોડની સંયુકત બાતમી આધારે મોરબી રોડ જકાતનાકાથી બેડી ચોકડી તરફ જતા ઓવરબ્રીજની નીચેથી હિતેશ સુનીલભાઈ ધામેલીયા (ઉ.વ ૨૫ ધંધો મજુરી રહેવાસી- રૈયાધાર સ્લમ ક્વાર્ટર નં.૫૦૬ આશાપુરા ચોક પાસે રાજકોટ)ને રૂપિયા ૧૦ હજારની દેશી બનાવટની રિવોલ્વર સાથે પકડી લીધો છે.
હિતેશ અગાઉના ડીસીબીના આર્મ્સ એકટના ગુનામાં ફરાર હતો. તેમજ કુવાડવામાં ડ્રગ્સના ગુનામાં તેમજ યુનિવર્સિટીમાં એક ગુનામાં સંડોવાયો હતો.
આ કામગીરી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ) ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી.બસીયાની સુચનાથી પો.ઈન્સ. એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ. વી. વી. ધ્રાંગુ તથા પો.હેડ.કોન્સ. ઈન્દ્રસિંહ જાડેજા તથા મૌલિકભાઈ સાવલીયા તથા ફિરોજભાઈ રાઠોડ તથા પો.કોન્સ. હાર્દીકસિંહ પરમાર તથા યોગેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી.
(9:47 PM IST)










