તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
કુવાડવા રોડ પોલીસે ચોરાઉ બાઇક અને ૭ મોબાઇલ સાથે વિનોદને ઝડપી લીધો
તસ્વીરમાં પકડાયેલ શખ્સ ચોરાઉ બાઇક અને મોબાઇલ સાથે નજરે પડે છે

રાજકોટ, તા. ર૬: કુવાડવા રોડ પોલીસે ચોરાઉ બાઇક અને ૭ મોબાઇલ ફોન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ કમીશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમીશ્નર સજનસિંહ પરમાર (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમીશ્નર આર.એમ બારીઆ (ઉત્તર વિભાગ) ઇ. પોલીસ ઇન્સપેક્ટર આઇ.એન.સાવલીયા ના માર્ગદર્શન મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટે.નજીક ડી.સ્ટાફના માણસો કુવાડવા રોડ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઇ. કે.વી.જાડેજા, પો.કોન્સ જયદીપભાઇ ધોળકીયા તથા કુશલભાઇ જોષીને મળેલ સયુંકત હકિકત આધારે રાજકોટ અમદાવાદ હાઇવે રોડ ઉપર સાત હનુમાન મંદિર પાછળ રૂડા ટ્રાન્સપોર્ટનગર મેલડી માતાના મંદિર પાસે ચોરીનુ એક કાળા કલરનુ લાલ બ્લુ પટ્ટાવાળુ સ્પે.મો.સા તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ ૭ સાથે વિનોદ ઉર્ફે કાળીયો ઉર્ફે કાલી બચુભાઇ સોલંકી ધંધો મજુરી રહે. હાલ સીટી બસ સ્ટેન્ડમા અંદર રેલ્વે સ્ટેશન પાસે રાજકોટ ને પકડી પાડી પુછતાછ કરતા આ બાઇક આજીડેમ પોલીસ મથકમાથી ચોર્યાની કબુલાત આપી હતી.
પકડાયેલ વિનોદ સામે જુનાગઢમાં એક તથા રાજકોટ જીલ્લાના વિરપુર પોલીસ મથકમાં અગાઉ ત્રણ ગુન્હાઓ નોંધાયા છે.
આ કાર્યવાહી કુવાડવા રોડ પોલીસ મથકના એ.એસ.આઇ. પી.આર.મકવાણા, જયપાલભાઇ બરાળીયા, યશપાલસિંહ જાડેજા, વિશાલભાઇ બસીયા, અરવિંદસિંહ ગોહિલ, સંજયભાઇ જાદવ તથા ભાવેશભાઇ મકવાણા તથા ભરતભાઇ ઘેડ સહિતના સ્ટાફે કરી હતી
(4:11 PM IST)










