<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. નિઃશુલ્‍ક ક્રિકેટ કોચીંગ કેમ્‍પ પૂર્ણઃકાલે સમાપન સમારોહ

દરેક તાલીમાર્થીઓને સર્ટીફીકેટ એનાયત થશેઃ દીપકભાઈ મકવાણા ,અતિથિ વિશેષ તરીકે જયદેવ શાહ ઉપસ્‍થિત રહેશે

રાજકોટઃ મહાનગરપાલિકાના સહયોગથી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા રાજકોટ ૨૭મો નિઃશુલ્‍ક ક્રિકેટ કોચીંગ કેમ્‍પ માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ, રેસકોર્ષ ખાતે યોજાયેલ હતો.  આ કેમ્‍પમાં પ્રતિવર્ષની જેમ જ આ વર્ષે પણ  ૪ થી ૧૬ વર્ષ સુધીના ૫૦૦થી વધુ બાળકોએ સતત ૨૧ દિવસ સુધી ધનિષ્ઠ તાલીમ લીધી હતી. આ ઉપરાંત કેમ્‍પમાં જોડાયેલ બાળકોની સાથે વાલીગણ આવતા તેના માટે પણ દરરોજ યોગશિબિરનું આયોજન કરાયેલ હતું તેમજ તાલીમાર્થીઓને દરરોજ સ્‍વાસ્‍થયવર્ધક નાસ્‍તો આપવામાં આવતો હતો.

બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક જણાવે છે કે, બેંકના ક્રિકેટ કોચીંગ કેમ્‍પમાં બાળકોએ તાલીમ લીધી હતી. હવે, તા. ૨૫ને રવિવારે સવારે બેંકની હેડ ઓફિસ ખાતે દરેક તાલીમાર્થી બાળકોને દેશભક્‍તિથી ભરપુર ફિલ્‍મ દર્શાવાશે અને સાથોસાથ મનોરમ્‍ય સર્ટીફીકેટ એનાયત થશે.

ક્રિકેટ કોચીંગ કેમ્‍પના સમાપન સમારોહમાં યુવા ક્રિકેટર, રણજી ટ્રોફીના પૂર્વ કપ્તાન અને સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રેસિડન્‍ટ જયદેવ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેશે.

કેમ્‍પ દરમિયાન ધારાસભ્‍યો - ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપના પદાધિકારીઓ, રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓ, સ્‍વદેશી જાગરણ મંચ, લઘુ ઉદ્યોગ ભારતી, સક્ષમ સંસ્‍થા, સેવા ભારતી, વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લિ.ના પદાધિકારીઓ, ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એનએમઓ-નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન, ધર્મ જાગરણ મંચ, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના નિવળત્ત કર્મચારીઓનું મંડળ વિ. ઉપસ્‍થિત રહેલ.

કેમ્‍પના આયોજન માટે દીપકભાઈ મકવાણા (પ્રોજેક્‍ટ ચેરમેન), હંસરાજભાઈ ગજેરા-અશોકભાઈ ગાંધી (પ્રોજેક્‍ટ ડિરેકટર), કૌશિકભાઈ અઢીયા (કોચ અને ફીલ્‍ડ ઇન્‍ચાર્જ), વિપુલભાઈ દવે-ભરતભાઈ કુંવરીયા-અજયભાઈ ચાવડા (વહીવટી ઇન્‍ચાર્જ), હિતેશભાઈ ચોકસી-કમલેશભાઈ રાઠોડ- વૈરાજભાઈ જાની (સંયોજક) એ જહેમત ઉઠાવી હતી. (૩૮.૨૪)

(2:39 PM IST)