તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
અગિ્નકાંડ મુદ્દે સરકારને સદબુદ્ધિ અને મૃતાત્માઓના મોક્ષાર્થે કોંગ્રેસ દ્વારા યજ્ઞ : આક્રોશની જવાળા
પિડિત પરિવારોમાંથી એક વ્યકિતને નોકરી આપો, સરકાર પુરી સહાય આપેઃ અતુલ રાજાણીરાજકોટમાં પિડિત પરિવારો સાથે કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત : વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પીડીત પરિવારોને પડખે

રાજકોટઃ શહેરમાં મહાનગરપાલિકા, પીડબ્લ્યુડી, પોલીસ તંત્ર રાજય સરકારની ભ્રષ્ટ નીતિને પગલે હૃદય કમ્પાવનારટીઆરપી અગ્નિ કાંડની ઘટનાને ગઇકાલે એક વર્ષ પરૂં થયું છતાં પીડીત પરિવારોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાછળ ૨૫ મે ૨૦૨૪ ના બપોરે ચાર વાગે બનેલી અગ્નિકાંડની ઘટનાએ રાજયભરમાં હાહાકાર મચાવેલ આ અગ્નિકાંડ ની ઘટનાં બાદ પણ રાજય સરકાર સંવેદનશીલ ન બનતા ફાયર બ્રિગેડના ભ્રષ્ટાચારી અધિકારીઓ પણ એક પછી એક જેલ ભેગા થયા સરકારમાં કરપ્શન અનલિમિટેડ હોય અને ગાંધી છાપ વગર ક્યાંય કામ થતાં ન હોય અને રાજયભરમાં અને રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને પગલે આ ગેમ ઝોન કાંડમાં ૩ હજાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન માં ૨૭ માનવ જિંદગી ભડથું થઈ ગઈ હતી. આ ઘટનાને એક વર્ષ થાય ત્યારે પિડીત પરિવારોને ન્યાય ન મળતા પિડીત પરિવારોની સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિ કાંડ ની જે દ્યટના બની હતી તે સ્થળ પર સરકારને સદબુદ્ધિ આપે અને મૃતાત્માઓના મોક્ષાર્થે પિડીત પરિવારોની સાથે હવનનું આયોજન કરવામાં આવેલ.
આ તો કે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે પિડીત પરિવારોમાંથી એક વ્યક્તિને નોકરી મળે, અપૂરતી જે સહાય આપવામાં આવી છે તે સહાય પુરતી આપવામાં આવે, મોરબી કાંડ અને હરણી કાંડ જેટલી સહાયની રકમ રાજય સરકાર ચૂકવે કોર્પોરેટર અને ધારાસભ્ય કે પદાધિકારીઓની સામે ફક્ત નિવેદનો નોંધી ક્લીન ચીટ આપી હતી ત્યારે પુનઃ આ લોકોની સામે ફેર તપાસ કરી આરોપી બનાવે.
સંવેદનશીલ અને ગરીબોની વાતો કરનારી સરકાર ની બેદરકારીને બદલે આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ પણ હજુ થયો નથી. આરોપીઓ દ્વારા પોતાના વકીલો દ્વારા જાણી જોઈને કેસ લંબાવામાં આવી રહ્યો છે. ડે ટુ ડે કેસ ચલાવવાની અરજી ની હજુ કોઈ સુનવણી થઈ નથી. ધીમે ધીમે એક પછી એક આરોપીઓ છૂટી રહ્યા છે અત્યાર સુધીમાં ચાર આરોપીઓનો જમીન પર છૂટકારો થતા સરકાર ની નીતિ રીતી સામે પીડીત પરિવારોમાં પણ આક્રોશ ભભૂકયો છે.
હવનના કાર્યક્રમમાં તત્કાલીન સમયે ૧૫ દિવસ સુધી રાજકોટમાં ન્યાય માટેની લડત ચલાવનાર કોંગ્રેસના તમામ આગેવાનો અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનોમાં ગાયત્રીબા વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, તુષારભાઈ નંદાણી, સંજયભાઈ અજુડીયા, રાજદીપસિંહ જાડેજા, રોહિતસિહ રાજપૂત, નરેન્દ્રભાઈ સોલંકી, મુકુંદભાઈ ટાંક, નાગજીભાઈ વિરાણી, યજ્ઞેશભાઇ દવે, લાખાભાઈ ઊંધાડ, ડી પી મકવાણા, સલીમભાઈ કારીયાણી, નિલેશભાઈ મારુ, પ્રભાતભાઈ ડાંગર, જાગૃતીબેન ડાંગર, મનીષાબા વાળા, દીપ્તિબેન સોલંકી, દીપુબેન રવીયા, ચિંતનભાઈ દવે, અજીતભાઈ વાંક, કનકસિંહ જાડેજા, સુરેશભાઈ બથવાર, દિલીપભાઈ આસવાણી, હબીબભાઈ કટારીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નિદતભાઈ બારોટ, હેમલભાઈ પેસીવાડીયા, હરપાલસિંહ જાડેજા, નયનાબા જાડેજા, જયાબેન ટાક, રસિકભાઈ ભટ્ટ, અશોકભાઈ વાળા, રાજેશભાઈ ભૂત, બિંદીયાબેન તન્ના, કિંજલબેન જોષી, જયાબેન ચૌહાણ, જીગ્નેશ બોરડ, જયંતીભાઈ પટેલ, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, હરેશભાઈ ભારાઈ, વિક્રમભાઈ સોલંકી સહિતના આગેવાનો કાર્યકરો પીરિત પરિવારો સાથે હવનમાં આહુતિ આપવા જોડાયા હતા. તેમ અતુલ રાજાણીએ અંતમાં જણાવ્યું હતું
(2:30 PM IST)










