તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Friday, 23rd May 2025
આશારામ બાપુના વિરોધી ડો.અમૃત પ્રજાપતિ હત્યાકાંડમાં કાવત્રુ ઘડનાર મુખ્ય આરોપી કિશોર બોડકેના જામીન મંજૂર
ટ્રાયલ પુર્ણ થવા ઉપર છે કસ્ટડી અંગે સમાનતાના સિધ્ધાંતો જોતા જામીન મંજૂર કરવા જોઈએઃ કોર્ટ

રાજકોટ, તા.૨૩: આશારામ બાપુના વિરોધી અને ટીકાકાર ડો. અમળત પ્રજાપતિ હત્યાકાંડમાં કાવતરૂ ઘડનાર મુખ્ય આરોપી કિશોર બોડકેની જામીન અરજી મંજુર કરવાનો રાજકોટની સેશન્સ કોર્ટ હૂકમ કર્યો હતો.
પોલીસના કેસ મુજબ તા.૨૩/૦૫/૨૦૧૪ ના રોજ ડો. અમળત પ્રજાપતિ જેઓ રાજકોટની એક કલીનીકમાં સેવા આપતા હતા. તેઓની કલીનીકમાં એક વ્યકિત પ્રવેશ મેળવી, ડો.પ્રજાપતિ ઉપર ગોળીબાર કરી અને ત્યાંથી નાશી ગયેલ હતો. તે જ દિવસે રાજકોટના બી.ડીવી. પોલીસ સ્ટેશનમાં ભારતીય ફોજદારી સંહિતાની કલમ-૩૦૭, આર્મ્સ એકટની કલમ-૨૫(૧)બી.એ. અને ૨૭ તેમજ જી.પી. એકટની કલમ-૧૩૫(૧) મુજબની ફરીયાદ કલીનીકમાં સેવા આપતા સુધીર નીરંજનભાઈ પંડયા રહે. રણછોડનગર, રાજકોટવાળાએ નોંધાવેલ હતી.
ફરીયાદી સુધીરભાઈ પંડયાએ પોતાની ફરીયાદમાં એવી કિકત જણાવેલ હતી કે, અમદાવાદ ઓઢવના પંચકર્મ ચિકિત્સક આયુર્વેદાચાર્ય વૈદ્યરાજ અમળતભાઈ પ્રજાપતિ જેઓ એક વર્ષ પહેલા મારા પરીવારમાં આવેલા અને તેઓએ તેમની કન્સલ્ટીંગ માટે દર્દીઓની સારવાર માટે અઠવાડીમાં એક દિવસ અમારા દવાખાનામાં જગ્યા વાપરવા માટે જણાવેલ અને તેઓ છેલ્લા એક વર્ષથી દર શુક્રવારે અમારા દવાખાના ઉપર આવી દર્દીઓની સારવાર કરતા હતા. આ અમળતભાઈ પ્રજાપતિ અગાઉ અમદાવાદ મોઢેરા આશ્રમવાળા આશારામ બાપુના ટ્રસ્ટમાં જોડાયેલ હતા અને તેઓ કેટલા સમયથી પહેલા આ આશારામ ફાઉન્ડેશનથી અલગ થઈ ગયેલ અને આ અમળતભાઈ પ્રજાપતિએ આ આશારામ બાપુ વિરૂધ્ધમાં અવાર નવાર ઈન્ટવ્યુ આપેલ જેથી પોતાના જીવતું જોખમ હોય તેઓએ પોલીસ પ્રોટેકશન માંગેલુ અને તેઓ જ્યારે જ્યારે દવાખાના ઉપર આવે ત્યારે કેટલીકવાર તેમની સાથે પોલીસ પ્રોટેક્શન રહેતું હતું.
વધુમાં ફરીયાદીએ જણાવેલ હતું કે, આજરોજ તા. ૨૩/૦૫/૨૦૧૪ ના આશરે સવા નવેક વાગ્યે એક માણસ રીસેપ્શન કાઉન્ટર ઉપર આવી કેશ કઢાવી જોરજોરથી બોલતો હતો કે વૈદ્યરાજ અમળતભાઈ પ્રજાપતિ કયાં છે માટે ત્યાં મારી પત્નીને બતાવવાનું છે. આ સમયે હું રીસેપ્શન કાઉન્ટર પાસે રાઉન્ડમાં હતો અને તેનું કન્સલ્ટીંગ પુરૂ થતાની સાથે હું ચેમ્બરમાં ગયેલો. આ વખતે હું ત્યાં અમળતભાઈ તથા પેલો દર્દી હાજર હતા. તે દર્દીને મે સુચના આપેલ કે રીસેપ્શન ઉપરના બેન ઘરે જતા રહેલ છે એટલે દવા સાંજે ૫-૬ વાગ્યે આવીને લઈ જજો. તેમ કહેતા તે દર્દી ચેમ્બરની બહાર નીકળી ગયેલ અને હું ત્યાં અમળતભાઈ પ્રજાપતિએ થોડી વાતચીત કરી જમવા માટે ઉ૫૨ ડાઈનીંગ હોલમાં જવા સારું નીકળવાની તૈયારી કરી આ અમળતભાઈ દરવાજો ખોલી બહાર નીકળતા દરવાજામાં ઉભા હતા. હું તેની પાછળ ત્રણથી ચાર ફુટ ચેમ્બરમાં ઉભો હતો. આ વખતે આશરે બપોરના આશરે ૦૧:૧૦ વાગ્યેના અરસામાં આ પેલો અજાણ્યો દર્દી અમળતભાઈ તરફ સામે આવતો હતો જેથી મને ઘણીવાર એવું થયેલ કે દર્દીને કાંઈ પુછવું હશે જેથી પાછો આવે છે પરંતુ આ અજાણ્યા માણસએ અચાનક જ પોતાની પાસેની રીવોલ્વર જેવું સાધન કાઢી આ અમળતભાઈ પ્રજાપતિ ઉપર એક રાઉન્ડ ફાયર કરતા આ અમળતભાઈને ગોળી વાગતા તે ત્યાં ઢળી પડેલ હતા.
હાલ આ અમળતભાઈ પ્રજાપતિ હાલ બોલી શકતા નથી તો આ ફાયરીંગ કરનાર ઈસમ જેની ઉપર આશરે ૩૦ થી ૩૫ વર્ષની મધ્યમ બાધાનો ઘઉં વર્ણો અને લાઈટ કોફી કલરનો પઠાણી પહેરેલ હિન્દી ભાષી માણસે આ અમળતભાઈ આશારામ બાપુ વિરૂધ્ધમાં ટી.વી.માં ઈન્ટરવ્યુ આપેલ. તે મરણોસર તે કારણસર જ આ ઉપર જણાવેલ વર્ણનવાળાા માણસે આ અમળતભાઈ પ્રજાપતિને જાનથી મારી નાખવા સારું તેના ઉપર રિવોલ્વર જેવા સાધનથી ફાયરીંગ કરી ગંભીર ઈજા કરેલ છે તો આ માણસ સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. આ કામે આરોપી ભાગી ગયેલ છે.
ઉપરોક્ત ફરીયાદ નોંધાયા બાદ સારવાર દરમ્યાન ડો.અમળત પ્રજાપતિનો મળત્યુ થયેલ હતું જે બાદ પોલીસે ફરીયાદમાં ઈ.પી.કો. કલમ-૩૦૨ નો ઉમેરો કરેલ હતો. સાથે પોલીસે તપાસ હાથ ધરતા બસવરાજ ઉર્ફે વસુ અવન્ના તિલ્લોલી, કિશોર બાલકળષ્ણ બોડકે, મનોજ ઉર્ફે મની ઉર્ફે સુર્યા, અંકિત ઉર્ફે સુરજ રામસાગર, કાર્તિક ઉર્ફે કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ સન ઓફ દુલાલચંદ વિનક્રિષ્ન હલદર તથા સંજીવ ઉર્ફે સંજય પંજાબી ઉર્ફે સંજુ સન ઓફ કિશન કિશોર વૈદ્ય વિગેરે આરોપીઓના નામ તપાસ દરમ્યાન ખુલવા પામેલ હતા. તપાસના અંતે પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ-૩૦૨, ૧૨૦બી તથા આર્મ્સ એકટ-૨૫(૧-બી)એ, ૨૭ તથા જી. પી.એકટ-૧૩૫(૧) મુજબ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતી. જે ચાર્જશીટમાં પોલીસે આરોપી કિશોર બોડકેને મુખ્ય કાવતરાખોર ગણાવી આરોપી તરીકે દર્શાવેલ હતા. તેમજ કિશોર બોડકેને નાશતા ભાગતા આરોપી તરીકે દર્શાવેલ હતા. પોલીસ તપાસ દરમ્યાન કુલ -૧૧ જેટલા આરોપીઓનાં નામ ખુલવા પામેલ હતા.
અરજદાર પક્ષે તેમજ સરકાર પક્ષે વિગતવારની દલીલો પુર્ણ થઈ જતા નામદાર અદાલતે પોતાનો ચુકાદો આપતા અવલોકન કરેલ હતુ કે, સહઆરોપી બસવરાજ ઉર્ફે વાસુ, સંજીવ ઉર્ફે સંજય પંજાબી, અન્ય સહઆરોપી કાર્તીક ઉર્ફે રાજુને નામદાર ગુજરાત હાઈકોર્ટે અલગ અલગ સમયે જામીન પર મુકત કર્યા છે તેમજ ચાર્જશીટ મુજબ આરોપી કાર્તીક બંગાળીએ મળતક પર ગોળીબાર કર્યો હતો. રેકર્ડ મુજબ હાલનાં અરજદાર ગુનાના કાવત્રા ખોરોમાંના એક છે અને અન્ય સહકાવત્રા ખોરો તેમજ મળતક ૫૨ ગોળીબાર કરનાર આરોપીને નામદાર કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવેલ છે અને હાલના કેસમાં અરજદાર કિશોર બોડકેનો રોલ બસવરાજ અને સંજીવ જેવો જ છે તેથી આ કેસના તથ્યો અને સંજોગોને ઘ્યાનમાં રાખીને કિશોર બાલકળષ્ણ બોડકેને જામીન પર મુકત કરવા જોઈએ.
બંને પક્ષોની વિગતવારની દલીલો સાંભળ્યા બાદ, બચાવ પક્ષ દ્વારા ક૨વામાં આવેલ દલીલ તથા કોર્ટ સમક્ષની જુબાની, તેમજ રજુ રાખવામાં આવેલી નામદાર વિવિધ વડી અદાલતનાં ચુકાદાઓને ઘ્યાને લઈ તેમજ આરોપીને સજાની સંભવીત માત્રા, ગુનાની ગંભીરતા, સંડોવાયેલ વ્યકિતની સ્વતંત્રતા, આરોપીની કસ્ટડીનો સમયગાળો, સમાનતાનો સિધ્ધાંત અને ટ્રાયલ પુર્ણ થવામાં ઘણો સમય લાગશે તે તમામ મુદ્દાઓ અને હકિકતોને ઘ્યાનમાં લેતા સેશન્સ કોર્ટે અરજદાર/આરોપી કિશોર બોડકેને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કામના આરોપી કિશોર બાલકળષ્ણ બોડકે તરફે વિકલ દરજ્જે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબા૨, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, દિશા ફળદુ, મિહિર શુકલ વિગેરે રોકાયેલ હતા.
(4:11 PM IST)










