News of Friday, 23rd May 2025
હત્યાનો પ્રયાસ, લૂંટ અને મારામારીના અનેક ગુનામાં સામેલ મીત ઉર્ફે ભાજી પાસામાં ધકેલાયો
બે મહિના પહેલા મવડી રોડ પર છરી બતાવી થાર ગાડીની લુંટ કરી'તી : માલવીયાનગર પોલીસે વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ હવાલે કર્યો

રાજકોટ, તા. ર૩ : શહેરના અલગ-અલગ વિસ્તારમાં લૂંટ, હત્યાનો પ્રયાસ અને મારામારી સહિત અનેક ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દીધો છે.
મળતી વિગત મુજબ શહેરના માવીયાનગર, તાલુકા અને આજીડેમ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી અને ધમકી સહિતના અનેક ગુનામાં સામેલ મીત ઉર્ફે ભાજી રમેશભાઇ ખગ્રામ (ઉ.વ.ર૮) (રહે. મવડી મેઇન રોડ શ્રીનાથજી સોસાયટી શેરી નં. ર) ને પાસામાં ધકેલવા માટે પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એ.એસ. આઇ. રાજુભાઇ દહેશવાલ અને હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ સિસોદીયા સહિતે દરખાસ્ત કરતા પોલીસ કમિશનરશ્રી બ્રજેશ ઝા એ વોરંટ ઇશ્યુ કરતા માલવીયાનગર પોલીસના પીઆઇ જે.આર. દેસાઇ સહિતના સ્ટાફે મીત ઉર્ફે ભાજી રમેશભાઇ ખગ્રામની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મવડી મેઇન રોડ પર બે મહિના પહેલા મીત ઉર્ફે ભાજી અને તેના મિત્ર પ્રીતેશ ઉર્ફે દીકુએ યુવાનને છરી બતાવી થાર ગાડીની લૂંટ ચલાવી હતી.આ ગુનામાં બંનેની જેલમાં હતા મીત અગાઉ હત્યાનો પ્રયાસ, મારામારી અને ધમકી સહિત દસ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પીઆઇ જે.આર. દેસાઇ, પીએસઆઇ એમ.જે. ધાંધલ, એ.એસ.આઇ. શૈલેષભાઇ ખીહડીયા, હિરેનભાઇ પરમાર, હેડ કોન્સ. અજયભાઇ વિક્રમા, દિનેશભાઇ બગડા, કોન્સ. મનીષભાઇ, ચિત્રકેતુસિંહ, મયુરદાનભાઇ જયદીપસિંહ અને અમરદીપસિંહે વોરંટની બજવણી કરી હતી.
(1:59 PM IST)










