તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd May 2025
રાજકોટમાં ગત સાંજે મીની વાવાઝોડુ ફૂંકાયું: આજે વરસાદ પડશે ?
ભેજનું પ્રમાણ વધતા અસહય પ્રવર્તતો ઉકળાટ, બફારાથી શહેરીજનો ત્રાહિમામઃ વરસાદ વરસે તો રાહત મળે

રાજકોટઃ વાવાઝોડુ બનવાનું નથી અને બને તો પણ ગુજરાત બાજુ આવવાની કોઇ જ સંભાવના નથી. સિસ્ટમ્સ ની અસરથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સારો વરસાદ પડશે તેમ હવામાનશાષાીઓ જણાવે છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રિ મોનસૂન વરસી રહયો છે આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના છે.
રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપ સાથે અસહય ઉકળાટ બફારો પ્રવૃતિ રહયો છે. દિવસનું મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી આસપાસ જોવા મળે છે. ભેજનું પ્રમાણ વધતા બફારો વધ્યો છે.
દરમિયાન ગત સાંજે એકાએક વાદળો છવાઇ ગયા હતા, ઘનઘોર અંધારૂ છવાઇ ગયું હતું. થોડીવારમાં તો તોફાની પવન ફૂંકાવા લાગ્યો હતો પવનનું જોર એટલું પ્રચંડ હતું કે ધૂળની ડમરી ઉડી રહી હતી. વાહનચાલકો પણ થોડીવાર માટે થોભી ગયા હતા. અનેક જગ્યાએ વૃક્ષો તૂટવાની અને હોર્ડીગ્ઝ પડયાના બનાવો બન્યા હતા. લાઇટો પણ ગૂલ થઇ ગઇ હતી.
વાતાવરણ એવું બની ગયું હતું કે જાણે હમણા બેફામ તૂટી પડશે. પણ માત્ર છાંટા જ પડયા હતા થોડીવારમાં પવન પણ શાંત થઇ ગયો હતો. આજે સવારથી પણ અસહય બફારાનો અનુભવ થઇ રહયો છે. બપોર બાદ વરસાદ મનમૂકીને વરસે તેવી સંભાવના છે
(11:08 AM IST)










