<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ટ્રેનમાંથી ૧ લાખના દાગીના ચોરી સોની બજારમાં વેંચવા આવેલો વિક્રમ પકડાયો

દિલ્‍હી, બોટાદ, લીંબડીમાં આવ-જા કરતાં શખ્‍સે મોબાઇલ પણ ચોર્યો હતો : એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ રાણા, બી.વી. ગોહિલ અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: શહેરની સોની બજારમાં ચોરાઉ દાગીના વેંચવા માટે આવેલા મુળ લીંબડીના અને હાલ બોટાદ તેમજ નવી દિલ્‍હી ખાતે રઘુવીરનગરમાં રહેતાં વિક્રમ રણજીતભાઇ ખાખોરીયા (ઉ.વ.૨૪) નામના શખ્‍સને એ-ડિવીઝન પોલીસે ૧,૦૭,૦૦૦ના સોનાના દાગીના અને ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ડી. સ્‍ટાફના ધારાભાઇ વનારીયા, કોન્‍સ. ધર્મેશભાઇ ખાંડેખા અને અમિતભાઇ ગોહેલની બાતમી પરથી વિક્રમને સકંજામાં લઇ તલાસી લેતાં તેની પાસેથી ૪૪૯૦૦નો પાંદડીઓ વાળો ચેઇન, ચાંદીના ૩૦૧૦૦ના સાંકળા, ચાંદીની  હાથમાં પહેરવાની ૪૧૦૦ની બંગડી, ચાંદીનો ૪૮૬૯૦નો કમરપટ્ટો તેમજ ચાંદીનો કંદોરો રૂા. ૧૩૫૦૦નો મળી આવ્‍યા હતાં. વિશેષ પુછતાછ કરતાં પહેલા તો આ શખ્‍સે દાગીના પોતાના જ હોવાનું રટણ કર્યુ હતું. આકરી પુછતાછ થતાં પોતે ટ્રેનમાંથી આ દાગીના ચોરીને વેંચવા આવ્‍યાનું કહ્યુ઼ હતું.  તેની પાસેનો મોબાઇલ ફોન રૂા. દસ હજારનો હોઇ તે પણ રાજસ્‍થાન કોટાથી ચોરી કર્યાનું કબુલ્‍યું હતું.

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચા, કનુભાઇ બસીયા, ધારાભાઇ વાનરીયા, સાગરભાઇ માવદીયા, કોન્‍સ. યોગેશભાઇ મકવાણા, ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેર અને અમિતભાઇ ગોહેલે આ કામગીરી કરી હતી.

(3:48 PM IST)