News of Wednesday, 21st May 2025
વામ્બે આવાસમાં નિલેષને પત્નિના માનેલા ભાઇ ધવલે માર માર્યો
તું કેમ મારી બહેનને હેરાન કરે છે કહી તલવાર ઝીંકી, માથામાં ઢીકા પણ માર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૧: કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં નિલેષભાઇ કિશોરભાઇ પરમાર (ઉ.વ.૨૪) નામના યુવાનને રાતે ધવલ ધકાણ નામના શખ્સે ઘરે આવી તલવારથી ઇજા પહોંચાડી તેમજ માથામાં ઢીકા મારતાં સારવાર માટે દાખલ કરાયો હતો.
નિલેષભાઇએ જણાવ્યું હતું કે મારા પત્નિ અગાઉ સિક્યુરીટીમાં નોકરી કરતાં હોઇ તેની સાથે ધવલ પણ નોકરી કરતો હોઇ બંને વચ્ચે ઓળખાણ થતાં મારી પત્નિને ધવલે ધર્મની બહેન બનાવી હતી. હાલમાં ધવલ પોતે હોમગાર્ડમાં હોવાનું કહે છે. મારે પત્નિ સાથે ચડભડ થતાં તેણીએ મેસેજ કરી તેના ભાઇ ધવલને બોલાવતાં ધવલે રાતે ઘરે આવી તું કેમ મારી બહેન સાથે માથાકુટ કરે છે? તેમ કહી તલવારથી ઇજા પહોંચાડી ઢીકા માર્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
(4:24 PM IST)










