<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

દેશળદેવ એજયુકેશન ટ્રસ્‍ટ દ્વારા રવિવારે ચોપડા, કંપાસ બોકસ, ટૂલકીટનું નિઃશૂલ્‍ક વિતરણ

રાજકોટઃ શ્રી દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ સંચાલિત ખવાસ- રજપૂત સમાજ રાજકોટ, રાવણા રજપૂત યુથ ગુજરાત તેમજ શ્રી રાષ્‍ટ્રીય ચામૂંડા સેવા સંસ્‍થાન રાવણા રજપૂત ભારતના સંયુકત ઉપક્રમે રાજકોટના દાંતા સ્‍વ.કેશુભાઇ ભગવાનજીભાઇ ચૌહાણ, સ્‍વ. બ્રિજેશભાઇ કેશુભાઇ ચૌહાણના સ્‍મરર્ણાથે ચૌહાણ પરિવાર દ્વારા સમાજના  જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ફૂલસ્‍કેપ ચોપડા તથા કે.ટી. એન્‍જિનિયરિંગવાળા રાજેશભાઇ ચૌહાણના સહયોગથી કંપાસબોકસ-ટુલકીટ નિઃશૂલ્‍ક વિતરણ કાર્યક્રમ યોજાશે.

જેમાં ૫૦૦ વિદ્યાર્થીઓને અંદાજે બે હજાર ચોપડા અને ૫૦૦ થી ૭૦૦ વિદ્યાર્થીઓને કંપાસબોકસ, ટૂલકીટ વિતરણ કરાશે

તા.૨૫ રવિવાર સવારે ૧૧ થી ૨ રૈયારોડ બ્રહ્મસમાજ હોલ રાજકોટ ખાતે કાર્યક્રમ  યોજાનાર છે.

તસ્‍વીરમાં કાનાભાઇ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઇ વાઘેલા, જીવાભાઇ સોલંકી, નરેન્‍દ્રભાઇ ચૌહાણ, આસ્‍થા એજયુકેશન, કાલુસિંહ  રાઠોડ, કૈલાશસિંહ રાઠોડ, રઘુવીરસિંહ ચૌહાણ, વિક્રમસિંહ ચૌહાણ, ધર્મરાજસિંહ પવાર, નરેન્‍દ્રસિંૅહ ભાટ્ટી નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:01 PM IST)