<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

રીક્ષા ગેંગનો સાગરીત હમીરકુવરીયા પાસામાં ધકેલાયો

યુનિવર્સિટી પોલીસના પી.આઇ. એચ. એન. પટેલ તથા ટીમે વોરંટની બજવણી કરી સુરત જેલ હવાલે કર્યો

રાજકોટ તા. ર૧ :.. શહેરના અલગ -અલગ વિસ્‍તારમાં રીક્ષામાં મુસાફરોના ખીસ્‍સામાંથી રોકડની ચોરી અને વાહન ચોરીના ગુનામાં સામેલ રીક્ષા ગેંગના સાગરીતને પાસામાં ધકેલી દીધો છે. મળતી વિગત મુજબ યુનિવર્સિટીસ રોડ પરના વિસ્‍તારમાં રીક્ષામાં બેઠેલા મુસાફરોની નજર ચૂકવી રોકડ રકમની ચોરી તેમજ વાહન ચોરીના ગુનામાં સામેલ રીક્ષા ગેંગના હમીર કરમણભાઇ કુવરીયા (ઉ.વ.ર૯) (રહે. રૈયાધાર ગૌશાળા પાસે મફતીયાપરામાં), ને પાસામાં ધકેલવા માટે પીસીબીના ઇન્‍ચાર્જ પી. આઇ. એમ. આર. ગોંડલીયા તથા પી.આઇ. એમ. જે. હુણ, એ. એસ. આઇ. રાજુભાઇ દહેકવાલ અને હેડ કોન્‍સ. ઇન્‍દુભા સીસોદીયાએ દરખાસ્‍ત કરતા પોલીસ કમિશનરશ્રી બ્રજેશ ઝાએ વોરંટ ઇસ્‍યુ કરતા યુનિવર્સિટી પોલીસના પી.આઇ. એચ. એન. પટેલ સહિતના સ્‍ટાફે રીક્ષા ગેંગના  સાગરીત હમીર કરમણભાઇ કુવરીયા (ઉ.વ.ર૯) ની પાસ હેઠળ અટકાયત કરી સુરત જેલ હવાલે કર્યો હતો. આ કામગીરી પી.આઇ. એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એ. એસ. આઇ., જગમાલભાઇ પાટાણા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, સિધ્‍ધરાજસિંહ ચુડાસમા, હેડ કોન્‍સ. વિજુભા જાડેજા, વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, હરેશભાઇ સારદડીયા, જેન્‍તીભાઇ રાઠોડ, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા દ્વારા કરવામાં આવી હતી.

(2:47 PM IST)