<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્‍યે લઘુસર્વતોભદ્ર તપ તથા વર્ષીતપના તપસ્‍વીઓનો પારણા મહોત્‍સવ

કાંદિવલી પાનધામના પ્રાંગણે : મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે પૂ. પરમ ગુરૂદેવના આશીર્વાદ લીધા

રાજકોટ તા. ર૧: ત્‍યાગ અને તપસ્‍યા એ જૈન શ્રાવકોનું આભૂષણ કહેવાય છે અને આવું જ એક કઠિન તપ એટલે ૧૦૦ દિવસમાં ૭૫ ઉપવાસ રૂપ શ્રી લઘુસર્વતોભદ્ર મહાતપની શ્રેષ્ઠ આરાધના કરી ધન્‍ય બનેલા કોલકાતા નિવાસી વિરલબેન અમિતભાઇ  શાહનો એવમ વર્ષીતપ આરાધક  પથિકભાઈ શાહ, રોશનીબેન શાહ,  અનીશાબેન શાહ,  મિતાબેન મહેતા,  વિજયભાઈ મહેતા,  પારૂલબેન શેઠનો તપ અનુમોદના એવમ પારણાં અવસર પાવનધામના આંગણે રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્‍યે, બોરીવલી વિસ્‍તારના એમ. એલ. એ. સંજયભાઈ ઉપાધ્‍યાયની વિશેષ ઉપસ્‍થિતિ સાથે કોલકાતાના ભાવિકો એવમ લાઈવમાં ઉપસ્‍થિત હજારો ભાવિકોના તપ અનુમોદનાના ભાવો સાથે ઉજવાયો હતો.

લઘુસર્વતોભદ્ર મહાતપના તપસ્‍વી  વિરલબેનએ તથા તેમનાં પરિવારજનોએ પરમ ગુરુદેવના તેમના પરના અનંત ઉપકારોની ભાવ અભિવ્‍યક્‍તિ કરતા કહ્યું હતું કે, ગુરુકળપા વગર ઉગ્ર તપની આરાધના પૂર્ણ કરવી અશકય હતી. કસોટી આવી પણ ગુરુવર્યોની કળપાનું બળ જ અસંભવને સંભવ કરી શકે છે તે અમે અનુભવી લીધું. વર્ષીતપની તપસ્‍યા પર યશકલગી સમાન આયંબિલ વર્ષીતપના આરાધક યુવા તપસ્‍વી  પથિકભાઈએ કેશલૂંચનની આરાધના કરી સ્‍વયંના વાળ પ્રત્‍યેના મોહને ઘટાડવાના પુરુષાર્થને સહુએ અહોભાવે વધાવ્‍યો હતો.

આ પાવન અવસરે ઉપસ્‍થિત મુંબઈ બોરીવલીના એમ.એલ.એ શ્રી સંજયભાઈ ઉપાધ્‍યાયે પરમ ગુરુદેવનું માર્ગદર્શન અને કળપા સતત મળતી રહે અને દેશ સેવાના કાર્યમાં વધુમાં વધુ સેવા આપી શકે એવી સદભાવના વ્‍યક્‍ત કરી હતી.

આ પ્રસંગે મહારાષ્‍ટ્રના ચીફ મિનિસ્‍ટર દેવેન્‍દ્ર ફડણવીસજી ગુરુદેવના દર્શને પધાર્યા હતા. દેવેન્‍દ્રજી એ મહાપ્રભાવક શ્રી ઉવસગ્‍ગહર સ્‍તોત્રની સાધના ગુરુદેવના સાંનિધ્‍યે કરેલી હતી. 

પાવનધામ મધ્‍યે ચાલી રહેલ બાળકો માટેના સ્‍પેશ્‍યલ સમર કેમ્‍પ અંતર્ગત બાળકોએ પરમ મહાસતીજી દ્વારા ઙ્કાપ્ત થયેલ બોધવચનો એવમ પ્રેકટીકલ સેશનસ દ્વારા તેઓને જે પ્રેરણા મળી હતી તે પોતાના શબ્‍દોમાં વર્ણવ્‍યું હતું.

જિગીષાબેન રાંભિયાના સુમધુર કંઠે તપ અનુમોદના અવસરમાં ભક્‍તિભાવે જોડાઈ સહુ એ તપ ધર્મનો જયજયકાર કરતા પાવનધામ ગુંજી ઉઠ્‍યું હતું.

(2:42 PM IST)