<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ : એક ઇંચ જેટલો વરસાદ પડતા ઘરમાં પાણી ઘુસ્યા

ગવલીવાળ વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસતા લોકોની ઘરવખરી તથા માલ સામાનને નુકસાન પહોંચ્યું

રાજકોટ :  શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદના એક ઝાપટાએ મનપાની પોલ ખોલી નાખી છે. રાજકોટ શહેરના સદર બજાર, ગવલીવાળ સહિતના વિસ્તારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. ઘરમાં પાણી ઘૂસતા વીડિયો સામે આવ્યા છે. ગવલીવાળ વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસતા લોકોની ઘરવખરી તથા માલ સામાનને નુકસાન પહોંચ્યું છે 

 ગુજરાતમાં અનેક સ્થળો પર કમોસમી વરસાદે માઝા મુકી છે. એવામાં રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટમાં 1 ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હોવાની સ્થિતિ નિર્માણ થઈ છે. તેમજ ખેતરોમાં ઉનાળુ પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે

 

(12:00 AM IST)