<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

પુતળીબા ઉદ્યોગ મંદિર આયોજિત સમર વર્કશોપમાં ૭૪૦ લાભાર્થીઓએ વિવિધ વિષયોમાં નિપૂણતા મેળવી

બહેનો માટે ખાસ મધર્સ ડે નિમિત્તે રમત ગમત કાર્યક્રમ

રાજકોટઃ શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર, (ગીતા મંદિર સામે) દ્વારા (મહિલા ઉત્‍થાન અને મહિલા સશક્‍તિકરણ માટે ૬૧ વર્ષથી કાર્યરત સંસ્‍થા) બહેનો અને બાળકો માટે સતત ત્રીજા વર્ષે ૧૦ દિવસ માટે બહેનો અને બાળકો માટે વિવિધ સમર વર્કશોપનું આયોજન કરેલ. મહેંદી, નેઈલ આર્ટ, સેલ્‍ફ મેકઅપ, બ્‍યુટી કેર હેર સ્‍ટાઈલ, બ્રાઈડલ મેકઅપ, હેર કટ, હેન્‍ડી ક્રાફટ, ગ્‍લાસ પેઈન્‍ટીંગ, રંગ પુરણી, ડ્રોઈંગ, અક્ષર સુધારણા ગુજરાતી અને અંગ્રેજી, ચેસ તાલીમ, કેરમ તાલીમ, માર્શલ આર્ટ, ફોક ડાન્‍સ, વેસટર્ન ડાન્‍સ, ડાંડિયારાસ, અરોબીક, સ્‍પોકન ઈંગ્‍લીશ, અને કોમ્‍પ્‍યુટર જેવા વિવિધ વર્કશોપ યોજાયો. ૭૪૦ લાભાર્થીઓએ ઉત્‍સાહભેર લાભ લીધો. જેમાં તજજ્ઞ તરીકે સર્વશ્રી તેજસભાઈ જોશી, નયનભાઈ ચાવડા, મહેશભાઈ ચૌહાણ, મયુરીબેન ટંકારીયા, બીનાબેન મહેતા,  કાજલબેન પાલા, શ્‍વેતાબેન સોની, મિલીબેન કુંડલિયા, નેન્‍સીબેન જાડેજા, કૃતીકાબેન જાજલે સેવા આપેલ તેમજ મધર્સ ડે નિમિતે બહેનો માટે રમત ગમત સ્‍પર્ધાનો કાર્યક્રમ યોજાયો હોવાનું સંસ્‍થા જણાવે છે. આ પ્રસંગે ધીરૂભાઈ ધાબલીયા, કાશ્‍મીરાબેન નથવાણી, પુરષોત્તમભાઈ પીપરીયા, મુકેશભાઈ તન્‍ના, રૂપલબેન કાનગડ, મેહુલભાઈ બાપોદરા, જયમલભાઈ ચૌહાણ, ચિરાગભાઈ ધામેચા, રાજેન્‍દ્રભાઈ રોધેલિયા, ડો.અમિતાબેન પટેલ, નીતાબેન વ્‍યાસ, કવિતાબેન અનડકટ અને ડો.અલ્‍પનાબેન ત્રિવેદી, ડો.સ્‍મિતાબેન ઝાલા, હીનાબેન રાવલ, ભારતીબેન નથવાણી, મીલીબેન કુંડલિયાએ ઉપસ્‍થિત રહી ભાગ લેનાર સપર્ધકોને ઈનામ આપી પ્રોત્‍સાહિત કરેલ.

(2:49 PM IST)