તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 12th May 2025
રાજકોટ યાર્ડ છઠ્ઠા દિવસે બંધઃ કાલથી યાર્ડ ચાલુ કરવા અંગે આજે મીટીંગ

રાજકોટ, તા., ૧૨: રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કમીશન એજન્ટોએ છઠ્ઠા દિવસે પણ હડતાલ યથાવત રાખતા યાર્ડમાં હરરાજીનું કામકાજ ઠપ્પ થઇ ગયું છે અને કરોડોનું ટર્નઓવર ખોરવાઇ ગયું છે.
મળતી વિગતો મુજબ રાજકોટ યાર્ડમાં આવેલ જે.કે.ટ્રેડીંગ કાૂં. નામની પેઢી દ્વારા યાર્ડના ૧૦૦ થી ૧રપ કમીશન એજન્ટોને બાકી રહેતા ૧૭ કરોડ ન ચુકવાતા આ બાકી પેમેન્ટ કમીશન એજન્ટોને ન ચુકવાઇ ત્યાં સુધી કમીશન એજન્ટ એસોસીએશન દ્વારા અચોક્કસ મુદત સુધી રાજકોટ યાર્ડ બંધનું એલાન આપ્યું હતું.
કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે યાર્ડના કમીશન એજન્ટોનો ૧૭ કરોડનું ફુલેકુ ફેરવનાર જે.કે. ટ્રેડીંગ કંપની સંચાલકો સામે પોલીસમાં ગુન્હો નોંધાયો છે. હવે આવતીકાલથી યાર્ડ ચાલુ કરવું કે કેમ ? તે અંગે યાર્ડના કમીશન એજન્ટોની આજે યાર્ડના ચેરમેન સાથે મીટીંગ યોજાનાર છે. અને આ મીટીંગમાં યાર્ડ ચાલુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
(1:50 PM IST)










