તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th May 2025
જાહેરમાં ગંદકી કરનાર ૪પ વેપારી દંડાયાઃ ૧૩ હજારનો દંડ
મનપા તંત્રવાહકો માત્ર દુકાન ધારકોમાં કાર્યવાહી કરવાને બદલે ન્યુસન્સ પોઇન્ટમાં કચરો ફેંકનારને દંડઃ લોકમાંગ ત્રણ ઝોનમાં વિવિધ વિસ્તારમાંથી પ્રતિબંધિત ૩ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત

રાજકોટ, તા. ૯ : મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વય કુલ ૨ દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરનાર પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી કુલ ૪૫ દુકાનધારકો પાસેથી ૨.૮૭ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૧૨૯૫૦/- દંડ ફટકારવામાં આવ્યો છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સોલીડ વેસ્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે.
સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૧ પાસથી ૨.૦૭ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૮૧૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૩ આસામીઓ પાસેથી ૦.૩ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૨૯૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોન
ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૧ પાસેથી ૦.૫ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ.૧૮૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર) સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.(
(4:52 PM IST)










